Site icon Revoi.in

કચ્છના હરામીનાળા વિસ્તારમાંથી 3 પાકિસ્તાની નાગરિકો ઝડપાયો

Social Share

અમદાવાદઃ કચ્છની જળસીમા હરામીનાળા વિસ્તારમાંથી ભારતીય સુરક્ષા જવાનોએ 3 પાકિસ્તાની નાગરિકોને ઝડપી લીધા હતા. પ્રાથમિક તપાસમાં આ ત્રણેય માછીમારો હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં 3 પૈકી એક અગાઉ પકડાયો હતો અને ભુજની જેલમાં એક વર્ષ રહ્યાં બાદ તેને પાકિસ્તાન ડીપોટ કરાયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર કચ્છના હરામીનાળા વિસ્તારમાં BSFની ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી. દરમિયાન હરામી નૂલ્લા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારો નજરે પડતા જવાનો ચોંકી ઉઠ્યાં હતા.  એલર્ટ બીએસએફની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી, પરંતુ બીએસએફને પોતાની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતા. મુશ્કેલ અને પડકારરૂપ ભેજવાળી જમીન તેમજ રાત્રિના કારણે મર્યાદિત દૃશ્યતા હોવા છતાં, BSFએ તેમનો પીછો કરી 2 પાકિસ્તાની માછીમારોને પકડી લીધા હતા.

બીએસએફના જવાનોએ અલી અસગર લાલ ખાન (ઉ.વ. 25), જાન મોહમ્મદ લાલ ખાન (ઉ.વ. 27), બિલાલબલ ખમીસો (ઉ.વ. 22, તમામ રહે, પાકિસ્તાનના ઝીરો પોઈન્ટ ગામ)ની અટકાયત કરી હતી. અલી અસગર અગાઉ પણ 2017માં બીએસએફ દ્વારા પકડાયો હતો અને એક વર્ષ સુધી ભુજ જેલમાં રહ્યો હતો અને બાદમાં અટારી વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પાછો ગયો હતો. માછીમારોની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે તેઓ માત્ર માછીમારી માટે આવ્યા હતા કારણ કે તે તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે.