Site icon Revoi.in

કુપવાડામાં એલઓસી પાસે ઘુસણખોરીનો પ્રયાસ કરતા 3 આતંકવાદી ઠાર મારાયા

Social Share

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પર ઘૂસણખોરીનો પ્રયાસ ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હોવાનું જાણવા મળે છે. તેમજ ભારતીય સેના સાથેની અથડામણમાં 3 આતંકવાદી ઠાર મરાયાં હતા.  સેનાએ કહ્યું કે ગુપ્ત માહિતી મળ્યા બાદ બુધવારે મચ્છલ અને તંગધાર વિસ્તારમાં ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આર્મીના શ્રીનગર સ્થિત ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ઘુસણખોરી મામલે ગુપ્ત માહિતી મળી હતી. જેના આધારે ભારતીય સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસે તા. 28 અને 29 ઓગસ્ટની રાત્રિએ કુપવાડાના મચ્છલ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

સેનાએ જણાવ્યું હતું કે, “ખરાબ હવામાન દરમિયાન શંકાસ્પદ ગતિવિધિઓ જોવા મળી હતી અને સૈનિકોએ ગોળીબાર કર્યો હતો. દરમિયાન સંભવતઃ બે આતંકવાદીઓ માર્યા માર્યાં હતા. આ ઉપરાંત તંગધાર વિસ્તારમાં નિયંત્રણ રેખા પર ઓપરેશન દરમિયાન વધુ એક આતંકવાદી માર્યો ગયો હોવાનું માનવામાં આવે છે.