Site icon Revoi.in

ગાઝિયાબાદમાં કાર કેનાલમાં ખાબકતા 3 યુવાનોના મોત

Social Share

નવી દિલ્હીઃ ગાઝિયાબાદમાં મોડી રાતના મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. આ દૂર્ઘટનામાં 3 યુવાનોના મોત થયાં હતા. ઈંદિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રિ બાદ વસુંધરા-ઇન્દિરાપુરમ કનાવની પુલ ઉપરથી પૂરઝડપે પસાર થતા કાર હિંડન નહેરમાં ખાબકી હતી. આ બનાવની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી પોલીસે ક્રેનની મદદથી નહેરમાંથી કાર બહાર કાઢી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર ત્રણેય યુવાનોના મોત થયાં હતા.

સુત્રોના જણાવ્યા અનુસાર ખોડાના દીપક વિહાર વિસ્તારમાં રહેતા આ ત્રણેય યુવાનોની કાર નહેરમાં ખાબકતી ત્રણેયના ડુબી જવાથી મોત થયાં છે. ત્રણેયની ઓળખ લલિત, દેવુ અને સોનુ તરીકે થઈ છે. ત્રણેય યુવાનો એક મોલમાં આયોજીત લગ્નપ્રસંગ્રમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા. આ બનાવ અંગે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.

આ પહેલા પાનીપથ-દિલ્હી પૈરરલ નહેર પાસે મોટી દૂર્ઘટના સર્જાઈ હતી. દિલ્હીથી પરત ફરી રહેલી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર નહેરમાં ખાબકી હતી. કારમાં ચાર વ્યક્તિઓ સવાર હતા. જે પૈકી 3ના મોત થયાં હતા. જ્યારે એક યુવાનનો બચાવ થયો હતો. આ બનાવને પગલે સ્થળ પર દોડી ગયેલા સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ ત્રણેય યુવાનોને બહાર કાઢીને હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. જ્યાં ફરજ પરના હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. આ ચારેય યુવાનો પણ દિલ્હીમાં આયોજીત એક લગ્ન પ્રસંગ્રમાં જઈ રહ્યાં હતા.