ગાંધીનગર જિલ્લા પંચાયતમાં કર્મચારીઓને ગરમીથી રાહત આપવા 30 એરકૂલરો મુકાશે
ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં કાળઝાળ ગરમી બાદ છેલ્લા બે દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. હવે તો 15મી જુનથી ગુજરાતમાં મેઘરાજાનું આગમન થતાં ગરમીમાં ઘટાડો થશે. એટલે કે મે મહિનાની તુલનાએ જુનમાં ગરમીનો પ્રકોપ ઓછો સહન કરવો પડશે. ત્યા ગાંધીનગર જિલ્લા પંચાયતના સત્તાધિશોએ કર્મચારીઓને ગરમીથી રાહત મળે તે માટે જુન મહિનાથી 30 કુલર મુકવાનો નિર્ણય લીધો છે. એક જ માસ પછી ચોમાસાની ઋતુ શરૂ થતાં ગરમીમાં ઘટાડો થવાથી કુલરનો ઉપયોગ રહેશે નહી. જેને પરિણામે કૂલર ભાડે લાવવામાં આવશે.
ગાંધીનગર જિલ્લા પંચાયતની કચેરીમાં મે મહિનાની કાળઝાળ ગરમીમાં કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. આથી કેટલાક કર્મચારીઓએ અસહ્ય ગરમીની ફરિયોદો કરી હતી. જિલ્લા પંચાયતના ત્રીજા મજલામાં આવેલી કચેરીઓ બપોર પછી અગનભઠ્ઠીમાં ફેરવાતા કર્મચારીઓ માટે કામ કરવું કપરૂ બન્યુ હતુ. ત્યારે ગરમીમાં કર્મચારીઓને રાહત મળે તે માટે કુલર મુકવા જોઇએ.તેવી માગ ઊઠી હતી. જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પણ ફરિયાદો પહોંચી હતી. એટલે ડીડીઓએ જિલ્લા પંચાયતની કચેરીઓમાં 30 જેટલાં એર કૂલરો મુકવાનો નિર્ણય કર્યો હતો. 30 એર કૂલકો ભાડેથી લેવાશે. અને 1લી જુનથી 30મી જુન સુધી કચેરીઓમાં કૂલકો મુકવામાં આવશે.
જિલ્લા પંચાયતના કર્મચારીઓના કહેવા મુજબ મે મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી હતી ત્યારે એર કૂલકો મુકવાની જરૂર હતી. હવે ગરમી ઘટી રહી છે. ત્યારે એર કૂલરો મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અગાઉ પણ બારીઓમાં ખસની ટટ્ટી લગાવવાની પણ માગણી કરવામાં આવી હતી. જે કે એર કૂલકો મુકવાથી કર્મચારીઓને થોડીઘણી રાહત થશે.