Site icon Revoi.in

રાજ્યમાં કોરોનાના કેસ વધતા આયુર્વેદ અને હોમિયોપેથીની દવાની માગમાં 30 ટકા વધારો

Social Share

અમદાવાદ : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા ફરીવાર આયુર્વેદ અને હોમિયોપથીની દવાઓની માંગમાં 30 ટકાનો વધારો થયો છે. ગત વર્ષે કોરોનાના સંક્રમણના કારણે આયુર્વેદિક અને હોમોયોપથી દવાઓની 100 ટકા માંગ વધી હતી. છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક ઉછાળો આવ્યો છે. જેને પગલે હાલ આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓની હાલ 30 ટકા ડિમાન્ડ વધી છે.

કોરોનાના કેસમાં આયુર્વેદિક દવાઓ અને હોમિયોપથી દવાઓ સ્વાસ્થ્ય વર્ધક હોય છે. આયુર્વેદિક ઉકાળા શરીર રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. ત્યારે કોરોનાનું સંક્રમણ વધતા લોકો ફરી આયુર્વેદ અને હોમિયોપથી દવા તરફ વળ્યા છે. હાલમાં આયુર્વેદ અને હોમિયોપથી દવાઓની માંગ વધી છે. ગત વર્ષે કોરોના સંક્રમણ સમયે લોકોનો આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓ પર વિશ્વાસ વધ્યો હતો અને તેની ખૂબ જ વધુ માંગ વધી હતી. ઠેરઠેર લોકોને સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં પણ આવતું હતું. પરંતુ જેમ જેમ થોડા સમય બાદ કોરોનાના કેસો ઘટતાં આયુર્વેદિક અને હોમિયોપથી દવાઓનો વપરાશ ઘટ્યો હતો. પરંતુ ફરી કોરોનાના કેસો વધતા આયુર્વેદિક અને હોમિયોપેથીની દવાની માગ વધી છે.

શહેરની આયુર્વેદ કોલેજના તબીબના કહેવા મુજબ હાલ ફરી કોરોનાના કેસ વધવા માંડ્યા છે. જેથી હોમિયોપેથીક અને આયુર્વેદ દવાઓમાં 30 ટકા માંગ ફરી વધી છે. જેમાં ઇમ્યુનિટી વધારવા આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીમાં આરસેનિકમ આલ્બમ 30 ની ડિમાન્ડ વધી છે. આ દવાના ગત વર્ષે 2 કરોડ પેકેટ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા હતા. હાલ ફરી ડિમાન્ડ વધતા 3 લાખ પેકેટ દવાઓનો જથ્થો તૈયાર રાખવામાં આવ્યો છે. ઉકાળાના પેકેટ વિતરણ કરવા માટે માગણી ઊઠી રહી છે. મહત્વનું છે કે ગત વર્ષે એપ્રિલ, મે અને જૂન મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ હતા. હાલ ફરી એપ્રિલ શરુ થતા કેસમાં ધરખમ ઉછાળો આવતા સોસાયટીમાં આર્યુવેદિક ઉકાળા અને હોમીઓપેથીક દવાઓનું વિતરણ કરવાની તૈયારી થઈ રહી છે.