Site icon Revoi.in

30 હજાર મોબાઈલ નંબર થશે બંધ, 400 મોબાઈલ ફોન પણ બ્લોક કરાશે

Social Share

સરકાર સ્કેમર્સ સામે મોટી કાર્યવાહી કરવા જઈ રહી છે. તમે જોયુ હશે કે, ઘણા લોકોના પાસે આજકાલ વિજળી કનેક્શન કાપવાના મેસેજ ખુબ આવતા હશે. તેના સિવાય KYCના પણ મેસેજ આવા હશે. આ બંન્ને ફર્જી મેસેજ છે અને આ મેસેજ દ્વારા લોકોને જાળમાં ફસાવી ચૂનો લગાવવામાં આવે છે.

હવે સરકારએ આવા છેતરપિંડી કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે અને 30 હજારથી વધુ મોબાઈલ નંબર બંધ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય જે મોબાઈલ ફોનમાં આ નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેને બ્લોક કરવાનો આદેશ આપવામાં આવ્યા છે.

ટેલિકોમ વિભાગે લગભગ 30 હજાર નંબર અને 400 મોબાઈલ બ્લોક કરવાનો આદેશ આપ્યો છે વાસ્તવમાં આ તમામ મોબાઈલ નંબર મોબાઈલ કૈભાંડમાં સંડોવાયેલા હતા. આ નંબરો પરથી લોકોને નકલી મેસેજ મોકલવામાં આવતા હતા અને પછી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી.

ચક્ષુ પોર્ટલ પર મળેલી ફરિયાદોના આધારે ટેલિકોમ્યુનિકેશન વિભાગે આ કાર્યવાહી કરી છે. જો તમને પણ આવા કોઈ મેસેજ મળે છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે KYCનું પાલન ના કરવાને કારણે વીજળઈનું કનેક્શન કાપવામાં આવશે તો તમે ચક્ષુ પોર્ટલ પર તે નંબર વિશે ફરિયાદ કરી શકો છો. સાથે તમે કોઈ સાઈટ પર સંભવિત છેતરપિંજી અથવા કૈભાંડ નંબરની જાણ કરી શકો છો.