- સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં વધારો નોંધારો
- તેલના 15 કેજીના ડબ્બા પર રુપિયા 30-40 વધ્યા
ગુજરાત સહીતના રાજ્યોમાં હાલ લગ્ન પ્રસંગો ચાલી રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં હવે ગુજરાતના શહેરોમાં સિંગતેલ અને કપાસિયા તેલ મોંધુ થયેલું જોવા મળ્યું છે,મળતી વિગત પ્રમાણે શીંગતેલ અને કપાસિયા તેલના 15 કિલો ગ્રામ વાળઆ ડબ્બા પર રુપિયા 30 થી 40 નો વધારો જોવા મળ્યો છે.
માહિતી પ્રમાણે હવે ભાવ વધારાના કારણે સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. 2600થી 2700 અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ. 2150થી 2200 રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે. હજી આગલા મહિનામાં પણ આ ભાવ વધારો વધી શકે તેવી શક્યતાઓ નોંધાઈ છે.
ઉલ્લેખનીય છે કે દિવાળી પછી કપાસિયા તેલમાં 250 રૂ. અને સિંગતેલમાં 100 રૂ.નો ભાવ ઘટાડો થયો હતો ત્યારે હવે હાલ પુરા વર્ષ તેલ ભરાવાની સિઝન હોવાથી સિંગતેલ અને કપાસિયા તેલમાં બે-ત્રણ દિવસમાં રૂ. 30નો વધારો ઝીંકાયો છે. જો કે કપાસિયા અને અન્ય તેલમાં વધુ ભાવ વધારો થવાની શક્યતા ઓછી છે. સિંગેતલના ડબ્બાનો બ્રાન્ડ પ્રમાણે 2600થી 2700 રૂપિયા સુધી ભાવ છે અને કપાસિયા તેલના ડબ્બાનો ભાવ 2150થી 2200 રૂપિયા છે.ઉલ્લેખનીય છે કે મારેબાસનું તેલ ભરવા માટે સારી મહફળીના તેલનો ઉપયોગ થાય છે જેના કારણે આ ભાવ વધ્યા હોવાનું જાણવા મળ્યું છે.