Site icon Revoi.in

દેશની 30 કરોડ જનતાને કોરોના વેક્સિન મફ્તમાં મળવાની સંભાવના – 9 બાયો લેબની થશે સ્થાપના

Social Share

દિલ્હીઃ-હવે દેશના 27 કરોડ લોકો કોરોનાની વેક્સિન ફ્રીમાંમ મેળવી શકે છે. હમણાં સુધી સરકારે ફક્ત ત્રણ કરોડ લોકોને વેક્સિન મફત આપવાની જાહેરાત કરી હતી. જ્યારે અન્ય 27 કરોડ લોકો માટે કિંમત નક્કી કરવામાં આવી ન હતી, પરંતુ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સામાન્ય બજેટમાં કોરોના વેક્સિન માટે રૂપિયા 35 હજાર કરોડની ફાળવણી બાદ દેશના 30 કરોડ લોકોને નિઃશુલ્ક કોરોનાની વેક્સિન મળવાના સંકેત મળ્યા છે, આ સાથે જ, દેશમાં નવ બાયો સેફ્ટી લેબ પણ બનાવવામાં આવશે.

કેન્દ્ર સરકાર રાજ્યો સાથે મળીને 60-40 ટકા બજેટ નક્કી કરી શકે છે. આટલું જ નહીં, દેશમાં પહેલા 300 કરોડ લોકોએ વેક્સિન લેવાની છે, આ માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે હમણા સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી કે 27 કરોડ લોકોને કોરોના રસીના બે ડોઝ આપવાનું મફત રહેશે. પરંતુ બહજેટમાં કોરોના વેક્સિન માટે 35 હજાર કરોડ મળ્યા બાદ આ બાબતના સંકેત મળી રહ્યા છે.

હાલની યોજના પ્રમાણે આરોગ્ય એ પોતપોતાના રાજ્યનો વિષય છે. તેથી, કેન્દ્રની સાથે રાજ્ય સરકારો પણ ફાળો આપશે. જો રાજ્ય સરકાર ઇચ્છે તો તે નિઃશુલ્ક અથવા સબસિડીવાળા દરે વેક્સિન નાગરિકોને આપી શકે છે, પરંતુ બજેટના ઓછામાં ઓછા 40 ટકા યોગદાન આપવું પડશે.

સાહિન-