Site icon Revoi.in

’30 કરોડ લોકોને જુલાઈ-ઓગસ્ટ મહિના સુધીમાં વેક્સિન મળી જશે’- ડો એનકે અરોડા

Social Share

દિલ્હી – સમગ્ર દેશભરમાં કોરોનાના  કેસો ફરીથી વધતા જોવા મળી રહ્યા છે. સંક્રમણનો વધારો એવા સમયે થઈ રહ્યો છે જ્યારે દેશમાં કોરોના વેક્સિન આપવામાં  આવી રહી છે. આઇસીએમઆર ટાસ્ક ફોર્સના ઓપરેશન્સ રિસર્ચ ગ્રુપના વડા ડો.એન.કે. એ જણાવ્યું છે કે  30 કરોડ લોકોને જુલાઈ ઓગસ્ટ સુધી  વેક્સિન મળી જવી જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, આ વર્ષની બીજા છ માસિક સમયગાળામાં બાકીના લોકોને રસી આપવામાં આવી શકે છે, 60 વર્ષ અથવા અનેક બીમારીથી મોત થવાની શંકા 17 થી 20 ગણી છે જેથી આ પ્રકારના લોકોને પહેલા વેક્સિન આપવામનાં આવવી જોઈએ.

તેમણે જણાવ્યું હતું કે આગામી સમયમાં 5-6 નવી વેક્સિન આવી રહી છે. રસીની કમી નથી. આજે પણ નથી અને આશા છે કે આગળ કોઈ કમી નહીં હોય. આવનારા વર્ષોમાં, સ્પુતનિક કેડિલા ઝાયડસની ડીએનએ વેક્સિન  કે જે વિશ્વની પ્રથમ ડીએનએ રસી છે, જોહ્ન્સન અને જહોનસનની વેક્સિનનું પણ પરિક્ષણ હાથ ધરાશે.

ભારતની બાયોટેક અનુનાસિક વેક્સિન છે, આપણા દેશની ફાઇઝર અને મોડર્ના જેવી આરએનએ રસી છે. તે પણ આવી રહી છે. હાલ કર્યારત ઘોરણે ઘણી વેક્સિન જોવા મળે છે જે  ફક્ત આપણા માટે જ નહીં, અમે અન્ય દેશો માટે પણ પૂરતા પ્રમાણમાં હશે.

તેમણે જણાવ્યું હતું કે જુલાઈ-ઓગસ્ટ પછી, સંપૂર્ણ વસ્તીને આગલા કેટેગરીમાં સમાવિષ્ટ કરવાના પ્રયાસો કરવામાં આવશે. વેરિએન્ટ્સ અથવા મ્યુટન્ટ્સ સાથે પણ રસી અસરકારક બનાવવા માટે સંશોધન ચાલી રહ્યું છે જેથી તેને બદલી શકાય.

સાહિન-