Site icon Revoi.in

કાર્ગો પરિવહનમાં 300 મિલી. મેટ્રીક ટનનો વિક્રમ સ્થાપી અદાણી પોર્ટે ગુજરાતની ગૌરવગાથામાં નવું પૃષ્ઢ ઉમેર્યું

Social Share

અમદાવાદઃ ભારતની સૌથી મોટી સુસંકલિત ટ્રાન્સપોર્ટ યુટિલિટી અને વૈવિધ્યકરહણ ધરાવતા અદાણી ઔદ્યોગિક સમૂહના એક અંગ અદાણી પાર્ટસ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન લિમિટેડે વર્ષના ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલા 300 મિલિયન મે.ટન.કાર્ગોનું પરિવહન કરવાનું વિક્રમ સ્થાપી ગુજરાતની ગૌરવગાથામાં નવું પૃષ્ઢ ઉમેર્યું છે. માત્ર બે દાયકાના ટુંકા ભુતકાળમાં અદાણી પોર્ટે નવો ઈતિહાસ આલેખ્યો છે સાથે બજારમાં તેના હિસ્સામાં હરણફાળ ભરીને ઓલ ઈન્ડિયા કાર્ગો વોલ્યુમની વૃધ્ધિથી જોજન દૂર પહોંચ્યું છે.

અદાણી પોર્ટ અને સેઝના મુખ્ય કારોબારી અધિકારી અને પૂર્ણકાલિન ડિરેક્ટર કરણ અદાણીએ આ સિદ્ધિની હોંશભેર જાહેરાત કરતા જણાવ્યું કે, “અમારા કાર્ગો વોલ્યુમમાં થયેલી વૃદ્ધિ એ અમારી વ્યુહરચના મુજબ આગળ ધપવાની અમારી કાર્યક્ષમતાનું જીવંત ઉદાહરણ છે. ભારતના સાગરકાંઠે અમારા પોર્ટસના નેટવર્કની સાથે સાથે અમારી સુસંકલિત લોજીસ્ટીક્સ ક્ષમતાઓ તથા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડીજીટાઈઝડ સંચાલન મારફતે અમે અમારા ગ્રાહકો તથા વૈશ્વિક શિપિંગ લાઈન્સ સહિતના ભાગીદારો સાથે નિર્માણ કરેલા ધનિષ્ઢ સંબંધો સમેત તમામ પરિબળોને કારણે અમે અદાણી પોર્ટસ અને સેઝને સુસંકલિત પોર્ટસ અને લોજીસ્ટીક્સ પ્લેટફોર્મ બનાવ્યું છે, જે એકબીજાને મજબૂત બનાવે છે. અમે જે ઉચ્ચતમ ક્ષમતા હાંસલ કરી છે. તદુપરાંત ભારતીય અર્થતંત્રમાં થઈ રહેલા વિકાસને કારણે અમારી આ વૃદ્ધિ જળવાઈ રહેશે તેવી અમને અપેક્ષા છે.”

આ સિદ્ધિ કંપનીના વૈશ્વિક બજાર અને જીઓપોલિટીકલ ઉતાર-ચઢાવ તથા ઝડપી બદલાતા જતા પરિવર્તનોને અનુસરવાની તાકાતના પ્રદર્શન સાથે સાતત્યપૂર્ણ વૃદ્ધિ તરફથી મજલ ચાલુ રાખવાની ક્ષમતા દર્શાવે છે. આ સિદ્ધિ માટે તેમણે સમગ્ર કાર્યશીલ સમર્પિત ટીને અભિનંદન પાઠવતા ઉમેર્યું કે, તેઓના કર્મઠ અભિગમે વૃદ્ધિને વેગ આપીને આ સિદ્ધિ શકય બનાવી છે. તેમણે વર્ષ 2025 સુધીમાં 500 મિલિયન મે.ટન વોલ્યુમ સુધી પહોંચવાના ધ્યેયને હાંસલ કરવાનો અને વર્ષ 2030 સુધીમાં વિશ્વની સૌથી મોટી ખાનગી પોર્ટ કંપની બનીશુ એવો ભરપૂર આત્મ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અદાણી પોર્ટસ કાર્ગો વોલ્યુમ વધારવા માટે સમય સાથે સતત આગળ ચાલી રહ્યું છે. અમને અમારા પોર્ટફોલિયોમાં સમાવિષ્ટ પાંચ પાર્ટ સાથે વાર્ષિક 100 મિલિયન મે.ટન સુધી પહોંચતા 14 વર્ષ લાગ્યાં હતા. અદાણી પોર્ટસની આ ક્ષમતાને બમણી એટલે કે વાર્ષિક 200 મિલિયન મે.ટન ક્ષમતા એ પછીના ફકત 3 વર્ષમાં પહોંચી ગઈ હતી. હવે અમારા પોર્ટફોલિયોમાં 12 પોર્ટસ છે ત્યારે APSEZ 300 મિલિયન મે.ટન કાર્ગો વોલ્યુમ સુધી પહોંચવાનું ધ્યેય માત્ર 3 વર્ષમાં જ વટાવી દીધું છે. નોંધપાત્ર બાબત એ છે કે, 200 મિલિયન મે.ટનથી 300 મિલિયન મે.ટન સુધી પહોંચવાના સમયગાળામાં કોરોના મહામારીને કારણે વિશ્વમાં આર્થિક મંદીના બે વર્ષનો પણ સમાવેશ થાય છે.

બિઝનેશની કામગીરીમાં વૃદ્ધિ કરવાની સાથે સાથે APSEZ તેની પર્યાવરણલક્ષી કટિબદ્ધતાઓ પણ પાર પાડી રહી છે. એમિશનની તિવ્રતા ઘટાડવાની પ્રક્રિયા 2016ના સ્તરથી 30 ટકા સુધી પહોંચાડવામાં આવી છે. રબર ટાયર્ડ ગેન્ટ્રી ક્રેઈન્સ (આરટીજીએસ)ના વિજળીકરણની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે અને કવે ક્રેન્સ અને મોબાઈલ હાર્બર ક્રેન્સના વિજળીકરણની કામગીરી પ્રગતિમાં છે અને તેને વર્ષ 2023 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રખાયું છે. ડિઝલ આધારિત ઈન્ટર્નલ ટ્રાન્સફર વ્હિકલ્સ (આઈટીવીએસ)ને બદલે ઈલેક્ટ્રીક આઈટીવીએસ મુકવામાં આવ્યાં છે. 100 ઈલેક્ટ્રિક આઈટીવીએસની પ્રથમ બેચ વર્ષ 2022ના મધ્ય સુધીમાં આવી જાય તેવી સંભાવના છે અને વર્ષ 2023 સુધીમાં તમામ ક્રેનનું વિજળીકરણ થવાની અપેક્ષા છે વધુ એક ગ્રીન પોર્ટ તરીકેની પહેલ તરીકે અમે પાર્ટની બાકી રકમ, પાયલોટેડ અને બર્થ હાયર ચાર્જીસમાં બળતણ તરીકે એલએનજીનો ઉપયોગ કરતા જહાજોને આપેલા 50 ટકા ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે. વનીકરણ વધારવાના પગલાંની સાથે સાથે અન્ય ગ્રીન પગલાં અમીકરણ હેઠળ છે. APSEZ વર્ષ 2025 સુધીમાં કાર્બન ન્યૂટ્રાલિટી હાંસલ કરવાનું ધ્યેય ધરાવે છે.