Site icon Revoi.in

કુરાનનો અભ્યાસ કરાવવાના નામ પર મદરસામાં યૌન શોષણ, 300 બાળકો-પુરુષોને કરાવાયા જંજીરોમાંથી કરાવાયા મુક્ત

Social Share

મજહબી તાલીમના નામે ચાલનારા મદરસા કેવી રીતે યૌન શોષણનો અડ્ડો બની ચુક્યા છે, તેની એક ભયાનક તસવીર આફ્રિકાના દેશ નાઈજીરિયામાંથી સામે આવી છે. અહીં એક નિવાસી ઈસ્લામિક શાળામાંથી 300 બાળકો અને પુરુષોને મુક્ત કરાવવામાં આવ્યા છે. આ લોકો સાંકળોમાં બંધાયેલા હતા અને તેમને દરેક પ્રકારે ત્રાસ આપવામાં આવતો હતો.

અત્યાચાર એ પ્રકારનો હતો કે તેમને ઘણાં દિવસો સુધી ભૂખ્યા રાખવામાં આવતા હતા અને તેમનું યૌન શોષણ પણ કરવામાં આવતું હતું. કડુના ક્ષેત્રની આ ઈસ્લામિક સ્કૂલમાં વિદ્યાર્થીઓને ઘણાં વર્ષોથી બંધક બનાવીને રાખવામાં આવ્યા હતા. આરોપીઓમાં મદરસાના મૌલવી અને અન્ય કર્મચારીઓ સામેલ છે. આ સ્ટૂડન્સ પર બળાત્કાર કરાતો હતો.

પોલીસે ગુરુવારે 26 સપ્ટેમ્બર-2019ના રોજ આ ઈસ્લામિક સ્કૂલ પર દરોડો પાડયો અને તેમણે સ્ટૂડન્ટ્સને અમાનવીય રીતે જાનવરોથી પણ બદતર સ્થિતિમાં રાખવામાં આવ્યા હોવાનું જોયું હતું. પોલીસે કહ્યું છે કે આ સ્ટૂડન્ટ્સને કુરાન ભણાવવાના નામ પર અહીં રાખવામાં આવ્યા હતા અને ઈસ્લામિક સ્કૂલ તેમના સુધાર માટે આમ કરી રહ્યાનો દાવો કરી રહી હતી. આ કેમ્પસને હાઉસ ઓફ ટોર્ચ પણ કહેવામાં આવી રહ્યું છે. અહીં સ્થિતિ એક ટોર્ચર ચેમ્બરમાં સ્ટૂડન્ટ્સને સાંકળથી બાંધીને લટકાવી દેવામાં આવતા હતા અને બાદમાં તેમની પિટાઈ કરવામાં આવતી હતી.

આ ઈસ્લામિક સ્કૂલ ગત એક દશકથી ચાલી રહી હતી. સ્ટૂડન્ટ્સના પરિવાર અહીં પોતાના બાળકોને કુરાનનું શિક્ષણ આપવા અને ડ્ર્ગ્સ વગેરે જેવી કુટેવો છોડાવવા માટે લઈને આવતા હતા. શિક્ષક અને સ્કૂલોના અય કર્મચારીઓ સ્ટૂડન્ટ્સ સાથે બળજબરીથી સમલૈંગિક સંબંધો સ્થાપિત કરતા હતા. નાઈજીરિયાની પોલીસે આને હ્યુમન સ્લેવરીનો મામલો ગણાવ્યો છે. પીડિતોમાં માત્ર બાળકો જ નહીં, પણ પુખ્તવયના સ્ટૂડન્ટ્સ પણ સામેલ છે. ઘણાં સ્ટૂડન્ટ્સના શરીર પર માર મારવાના નિશાન મળ્યા હતા. પોલીસે આ મામલામાં ઈસ્લામિક સ્કૂલના સંચાલક સહીત 7 આરોપીઓને એરેસ્ટ કર્યા છે.

પોલીસે કહ્યું છે કે 9 વર્ષ અથવા તેનાથી ઓછી વયના 100 સ્ટૂડન્ટ્સને સાંકળથી બાંધવામાં આવ્યા હતા. મદરસા પ્રમાણે, તે તેમને જવાબદાર નાગરીક બનાવવા માટે આમ કરી રહ્યા હતા.

એક 42 વર્ષીય વ્યક્તિએ જણાવ્યું છે કે તે અહીં એપ્લાઈડ મેથ્સ ભણવા માટે આવ્યો હતો. પરંતુ તેને ઘણાં દિવસો સુધી સાંકળમાં બાંધીને રાખવામાં આવ્યો હતો. પીડિતોએ જણાવ્યું છે કે તેમણે ઘણાં સ્ટૂડન્ટ્સને ત્રાસને કારણે દમ તોડતા પણ જોયા છે. નાઈજીરિયાના ગ્રામીણ વિસ્તારોમાં ઈસ્લામિક સ્કૂલોનું જ વર્ચસ્વ છે, કારણ કે ત્યાં સરકારી સુવિધાઓનો અભાવ છે.

તમામ સ્ટૂડન્ટ્સને નાઈજીરિયાના પ્રશાસને એક કેમ્પમાં રાખ્યા છે અને તેમના માતાપિતાને શોધવાની કોશિશ ચાલુ છે. નાઈજીરિયાની ઘણી ઈસ્લામિક સ્કૂલોના બાળકો પાસે ભીખ મંગાવવાનો પણ આરોપ લાગતા રહ્યા છે. ત્યાંની ઈસ્લામિક સ્કૂલો પર બાળકોના યૌન શોષણ કરવાના આરોપ ભૂતકાળમાં પણ લાગતા રહ્યા છે.