અમદાવાદઃ રાજ્યમાં ક્વોરીના સંચાલકો સરકાર સમક્ષ 17 જેટલા પ્રશ્નોના ઉકેલ માટે હડતાળ પર ઉતરી જતાં બાંધકામ ઉદ્યોગને માલની અછત ઊબી થશે. તેમ લાગી રહ્યું છે. હાલ કોરી સંચાલકોની હતાળને લીધે 50 હજાર જેટલા ટ્રકોના પૈડાઓ પણ થંભી ગયા છે. કવોરી સંચાલકોની હડતાલને લઇ સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. કવોરી સંચાલકો પાસેથી આવતી લગભગ રોજની 25 કરોડ રૂપિયાની આવક બંધ છે. જયારે ડીએમએફ જીએસટીની 10 કરોડની આવક સરકાર ગુમાવી રહી છે. આવી અનેક વસ્તુઓ છે જેનાથી સરકારને નુકસાન થઇ રહ્યું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સુરત જિલ્લાના કામરેજ ખાતે દક્ષિણ ગુજરાત કવોરી એસોસિયેશનની મહત્વની મીટીંગ મળી હતી. છેલ્લા એક સપ્તાહથી તમામ કવોરી માલિકો 17 જેટલા મુદ્દાની માંગોને લઇ હડતાલ પર ઉતર્યા છે. તમામ કવોરીઓ હાલ બંધ છે ત્યારે કવોરી માલિકો આ વખતે સરકાર સાથે લડી લેવાના મૂડમાં છે. માંગ નહી સ્વીકારાય ત્યાં સુધી તમામ કવોરીઓ બંધ રાખવામાં આવશે. ક્વોરી સંચાલકોએ હડતાલની આગળની રણનીતિ નક્કી કરી છે. હડતાલને લઇ કવોરીના વ્યવસાય સાથે સંકળાયેલા દોઢ લાખ લોકો હાલ બેરોજગાર થઇ ચુક્યા છે. 50 હજાર જેટલી ટ્રકોના પૈંડા થંભી ચુક્યા છે. રાજ્યની કુલ 3000 કવોરી હાલ બંધ છે. કવોરી સંચાલકોની કુલ 17 મુદ્દા સાથેની માંગ છે. કવોરી સંચાલકોની હડતાલને લઇ સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. કવોરી સંચાલકો પાસેથી આવતી લગભગ રોજની 25 કરોડ રૂપિયાની આવક બંધ છે. જયારે ડીએમએફ જીએસટીની 10 કરોડની આવક સરકાર ગુમાવી રહી છે. આવી અનેક વસ્તુઓ છે જેનાથી સરકારને નુકસાન થઇ રહ્યું છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું તું કે, રાજ્યના કવોરી સંચાલકો પોતાની માંગને લઇ 2008થી સરકાર સામે લડત લડી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા દર વખતે સંચાલકોને લોલીપોપ આપવામાં આવે છે. કવોરી માલિકોની કુલ 17 માંગો છે. જે પેકીની 8 માંગ મુખ્યત્વે છે. જેમાં કવોરીના ખાડાની માપનીની બાબત, ખાનગી માલિકીની જમીનમાં કવોરી લીઝો હરાજી વગર આપવા બાબત, કવોરી ઝોન ડીકલેર કરવા બાબત તેમજ ખનીજ કીમત 350 રૂપિયાની જગ્યાએ 50 રૂપિયા કરવા બાબત મુખ્ય છે. જો કે કવોરી સંચાલકો આ વખતે લડી લેવાના મૂડમાં છે અને જ્યાં સુધી એમની માંગો પૂરી ના થાય ત્યાં સુધી કવોરી બંધ રાખવા પર અડીખમ છે. હાલ કવોરી બંધ હોવાને લઇ કવોરી સંચાલકો અને કામદારો તો બેરોજગાર થયા જ છે પરંતુ સાથે સાથે સરકારને પણ મોટું નુકશાન થઇ રહ્યું છે. હાલ ગુજરાત રાજ્યમાં સરકારના મેટ્રો રેલ, બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવે વગેરે કામો જોરશોરથી ચાલી રહ્યા છે અને તમામ વસ્તુઓમાં કપચીની જરૂર પડે છે પરંતુ હાલ કવોરી સંચાલકોની હડતાલને લઇ તમામ કામો પર તેની અસર પડી શકે છે.