Site icon Revoi.in

સનાતન ધર્મની રક્ષા માટે તબીબ મહિલા સહિત 32 સંસારીઓએ જુનાગઢમાં લીધી દીક્ષા

Social Share

જુનાગઢઃ ગરવો ગિરનાર અને તળેટી વિસ્તાર તપોભૂમી ગણાય છે. અનેક સંત-મહાત્માઓના મંદિરો, આશ્રમો આવેલા છે. ગુરૂવારને કારતક સુદ અગિયારસનો દિવસે  મુચકુંદ મહાદેવ મંદિર ખાતે 32થી વધુ સંસારીઓએ સંસારનો ત્યાગ કરી સંન્યાસ ધારણ કર્યો હતો. જેમાં 26 જેટલા પુરુષો અને 6 જેલી મહિલાઓએ વિધિવત રીતે સંસારનો ત્યાગ કરી ભગવો ધારણ કર્યો હતો. જેમાં સનાતન ધર્મની રક્ષા માટે એક મહિલા તબીબે પણ દીક્ષા લીધી છે.

જુનાગઢ મુચકુંદ મહાદેવ મંદિર ખાતે આ દીક્ષા લેવાની પરંપરા શિવરાત્રીથી શરૂ થતી હોય છે. આ પહેલા પણ શિવરાત્રી સમયે , ગુરુ પૂર્ણિમા સમયે અને ત્યારબાદ ગિરનાર પરિક્રમા દિને દીક્ષા આપવાની પરંપરા છે. ત્યારે કારતક સુદ અગિયારસને ગુરૂવારે પરિક્રમાના દિને વિધિવત દિવસે 32થી વધુ સંસારીઓએ દીક્ષા ધારણ કરી હતી. અત્યાર સુધીમાં 550 થી વધુ સાંસારીઓએ સન્યાસ ધારણ કરી સનાતન ધર્મને આગળ વધારવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. દીક્ષા લેનારાઓએ પોતાની રોજિંદી જીવનશૈલી છોડી સનાતન ધર્મ માટે અને પોતાના ગુરુમંત્રને સાર્થક કરવા સેવાભાવ અને સમાજ માટેના ઉત્તમ કાર્યો કરવાની નેમ લીધી હતી. આ દીક્ષાર્થીઓમાં એક મહિલા તબીબે પોતાની સવલતભરી જિંદગી છોડી ભગવો ધારણ કર્યો હતો. પોરબંદરના વતની અને ગાયનેક મહિલા તબીબ જીયા રાઠોડે જણાવ્યું હતું કે, સનાતન ધર્મથી મોટું કંઈ જ નથી. અને મૃત્યુ એ બધાનું નિશ્ચિત છે. ત્યારે સદગુરુના આશીર્વાદથી સનાતન ધર્મની રક્ષા માટે આ દિક્ષા ધારણ કરવાનું નક્કી કર્યું છે. કારણ કે સંસારમાં રહીને ઈશ્વરને પામી ન શકાય ત્યારે બધું છોડી આજે સદગુરુના આશીર્વાદથી સનાતન ધર્મ માટે દીક્ષા ગ્રહણ કરી છે.

મહામંડલેશ્વર મહેન્દ્વાનંદગીરી મહારાજે જણાવ્યું હતું કે,  જૂનાગઢની પાવન ભૂમિ પર ગિરનારી મહારાજના સાનિધ્યમાં મુચકુંદ ગુફા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ દીક્ષા મહોત્સવ યોજાયો હતો. શ્રી પંચદશના જુના અખાડા દ્વારા આ દીક્ષા મહોત્સવનું આયોજન કરાયુ હતું. જેમાં  32 થી વધુ લોકોએ મુચકુંદ ગુફા ખાતે દીક્ષા ગ્રહણ કરી હતી. અત્યાર સુધી જુના અખાડાની પરંપરા મુજબ 550થી વધુ લોકોએ દીક્ષા ગ્રહણ કરી છે. આ તમામ લોકોએ પોતાનું ભૌતિક સાંસારિક જીવન છોડી સનાતન ધર્મની સેવા માટે પોતાનું જીવન અર્પણ કર્યું છે. આ દીક્ષાર્થીઓમાં એક મહિલા ડોક્ટરે પણ પોતે પોતાના વ્યવસાયમાં રાજીનામું આપી દીક્ષા ગ્રહણ કરી છે. સંસારી લોકોએ  સન્યાસ ધારણ કરી સનાતનની સેવા માટે જોડાયા હતા. આ દીક્ષા મહોત્સવમાં જુનાગઢ કલેક્ટર ,એસપી , શહેરના મેયર અને સંતો મહંતોની ની પણ ખાસ ઉપસ્થિતિ રહ્યા હતા. અને આ તમામ અધિકારી અને પદાધિકારીઓ અને સંતોએ પણ દીક્ષા લેનાર તમામ સન્યાસીઓને પોતાના નવા જીવનની શુભકામના પાઠવી હતી.