- ગુજરાતમાં મેઘમહેરથી સૌરાષ્ટ્રના જળાશયો છલાકાય
- સૌરાષ્ટ્રના 4 ડેમો ઓવર ફ્લો
અમદાવાદઃ- છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત ભરમાં ભારે વરસાદ આવી રહ્યો છે, વરસાદે વિરામ લીધા બાદ છેલ્લા 5 દિવસથી વરસતા વરસાદે સૌરાષ્ટ્રના જળાશયોમાં નવા નીર ઇમેર્યા છે તો બીજી તરફ અન્ય 4 ડેમમાં પણ નવા નીરની આવક થતા ડેમ ઓવરફ્લો થતા જોવા મળ્યા છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે સૌરાષ્ટ્રના 32 જેટલા ડેમોમાં અર્ધા ફૂટથી અઢી ફૂટ ની સપાટી પર વધ્યા છે. જયારે ઉપલેટા પાસેનાં મોજ સહિતનાં વધુ પાંચ જેટલા જળાશયો ઓવરફલો થતા હેઠવાસનાં અનેક ગામોને એલર્ટ કારાય છે,નીચાણવાળા વીસ્તારોના રહેવાસીઓને ખાસ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ સાથએ જ ઉપલેટા તાલુકામાં મોજ ડેમમાં પાણીની આવક થતા 21 દરવાજા 3 ફૂટ સુધી અને આજી – 2નાં સાત દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા હોવાનું સિંચાઈ વિભાગે જણાંવ્યુ હતુ.
રાજકોટ જિલ્લાનાં સિંચાઈ વિભાગ હસ્તકનાં 27 માંથી ભાદર – 1 અને ભાદર – 2 સહિત 18 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે જયારે કુલ સંગ્રહશકિતનાં 96 ટકા જીવંત જથ્થો હાલ છે. છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદથી રાજકોટ જિલ્લાનાં 8 ડેમોમાં નવા નીર ની આવક થઈ છે.જેમાં આજી – 1 , આજી – 3 , ફાડદંગબેટી, ગોંડલી, ઈશ્વરીયા, કર્ણુકી, ઘેલા સોમનાથ, માલગઢનો સમાવેશ થાય છે.જળાશયો છલકાતા આસપાસના ખેડૂતોમાં ખુશીને લહેર વ્યાપી છે,કારણ કે તેઓ શિયાળું પાકની બરાબર વાવણી કરી શકશે.