32 વર્ષ જૂનું સપનું માત્ર ત્રણ વર્ષમાં પૂર્ણ, રામમંદિર માટે PM મોદીએ ખૂબ કર્યું છે કામ
નવી દિલ્હી: આખરે તે દિવસ જલ્દી આવવાનો છે, જ્યારે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 જાન્યુઆરીએ પોતાના હાથે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરશે. આ ત્રણ દશકાઓ પહેલા શરૂ થયેલી ઐતિહાસિક યાત્રાનું સુખદ સમાપન હશે. સપ્ટેમ્બર, 1990માં લાલકૃષ્ણ અડવાણીની દેશવ્યાપી રથયાત્રાના આયોજક તરીકેની પોતાની ઈનિંગ સિવાય નરેન્દ્ર મોદી પોતાના ગૃહ રાજ્ય ગુજરાતમાં પણ રામજન્મભૂમિ આંદોલનમાં એક મોટો ચહેરો હતા. ગુજરાતને હિંદુત્વની પ્રયોગશાળાના રૂપમાં પણ ઓળખવામાં આવતું હતું.
ઈતિહાસના પૃષ્ઠોને પલટીને જોઈએ, તો આરએસએસ પ્રચારક મોદીએ પોતાની રાજકીય કારકિર્દી 1987માં શરૂ કરી હતી, જ્યારે તેમણે ગુજરાતના સંગઠનના સચિવ તરીકે ભાજપમાં કામ શરૂ કર્યું. મોદીને લોકપ્રિયતા મળવામાં પણ વધુ વિલંબ થયતો નહીં અને તેનું જ પરિણામ હતું કે પાર્ટીને તે વર્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં બે તૃતિયાંશ બહુમતી પ્રાપ્ત કરવામાં મદદ મળી.
તેના પછી તેમણે રાજ્યમાં રામમંદિર આંદોલનને લોકપ્રિય બનાવવા માટે ઑન્કોલોજિસ્ટમાંથી વીએચપીના નેતા બનેલા પ્રવીણ તોગડિયા સાથે મળીને કામ કર્યું, જે તેમના નિકટવર્તી મિત્ર પણ રહી ચુક્યા છે.
મોદીએ જ વીએચપીને એક ધાર્મિક કાર્યક્રમને રાજકીય મુદ્દો બનાવવામાં પણ મદદ કરી. 1989માં તેમણે વીએચપીના રામશિલા પૂજનને આયોજીત કરવામાં મદદ કરી, જ્યાં તેમણે પ્રસ્તાવિત રામમંદિર માટે રાજ્યના હજારો ગામડાંના લોકો તરફથી દાન કરાયેલી ઈંટોને એકઠી કરી હતી.
ગુજરાત ભાજપના પણ ઘણાં નેતાઓનું માનવું છે કે રામજન્મભૂમિ આંદોલન દરમિયાન ગુજરાતમાં નરેન્દ્રભાઈ મોદીના ભાષણ પ્રેરણાદાયક હતા અને તેમની યોજના સાવધાનીપૂર્વકની હતી. તેમના લોકપ્રિય ભાષણોમાંથી એક, લોક અદાલતમાં અયોધ્યાની કેસેટની હજારો કોપીઓ વેચાય. જલ્દી મોદી-તોગડિયાની જોડીના કામે રાજકીય ફાયદો પણ આપવાનું શરૂ કર્યું, તેનાથી ભાજપને ઓછા સમયમાં પોતાના માટે મંચ બનાવવામાં મદદ મળી.
વીએચપી-ભજપના સંયુક્ત અભિયાને કોંગ્રેસના ઘણાં પરંપરાગત કિલ્લા ધ્વસ્ત કર્યા. 1989ની લોકસભા ચૂંટણીમાં હારનારા મુખ્ય ઉમેદવારોમાં કોંગ્રેસના અહમદ પટેલ પણ હતા. અહમદ પટેલ પોતાના ગઢ ભરૂચમાં હિંદુત્વની લહેર સામે હારી ગયા હતા.
આ આંદોલને ભરૂચ મતવિસ્તારમાં ભગવા રાજનીતિનો ઉંડો પાયો નાખ્યો, તેનો લાભ ભાજપને આજે પણ મળે છે. મોદીએ ગુજરાતમાં પારટ્ના ઉત્થાનમાં એક મોટી ભૂમિકા નિભાવી. આખરે તેમમે ભાજપને ત્યાં અજેય બનાવી દીધું. પરિણામે 1995થી ગુજરાતમાં ભાજપ સતત ચૂંટણી જીતતું રહ્યું છે અને સત્તા પર તેનો કબજો છે.
સપ્ટેમ્બર, 1990માં શરૂ થયેલી અડવાણીની રથયાત્રામાં મોદીની મહત્વની ભૂમિકા સૌની સામે છે. એન્ડી મેરિનોએ પોતાના 2014માં લખાયેલા પુસ્તક નરેન્દ્ર મોદી- એ પોલિટિકલ બાયોગ્રાફીમાં લખ્યું છે કે એક બાર ફરી, મોદીએ પોતાની સાવધાનીપૂર્વક અને સમજી-વિચારીને કરવામાં આવેલી સંપૂર્ણતાની સાથે 600 ગામડાંઓના માધ્યમથી યાત્રાના ગુજરાતના તબક્કાનું આયોજન કર્યું અને મુંબઈ સુધી તેને ફૉલો કરી. રામજન્મભૂમિ આંદોલન દરમિયાન મોદીએ આંદોલન માટે સમર્થન એકઠું કરવા માટે ગુજરાતના ડઝનબંધ ગામડાંઓની મુલાકાત લીધી. 1991માં તેમમે ગુજરાતમાં રામમંદિર માટે વીએચપી તરફથી ચલાવવામાં આવેલા હસ્તાક્ષર અભિયાનમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.
જો કે 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ દેશવ્યાપી હુલ્લડો અને 2002ના ગુજરાત રમખાણોએ મંદિર પ્રત્યેના તેમના દ્રષ્ટિકોણમાં એક સ્પષ્ટ પરિવર્તન લાવી દીધું હતું. હુલ્લડો દરમિયાન નરેન્દ્ર મોદી જ ગુજરાતના મુખ્યમંત્ર હતા.
સરકારમાં રહેવાના તેમના અનુભવે પણ તેમાં ભૂમિકા નિભાવી. હવે મોદી રામમંદિર મુદ્દાનું બંધારણીય સમાધાન ઈચ્છતા હતા. તેને આખરે તેમની સરકારે 2019માં સુવિધાજનક બનાવવામાં મદદ કરી, જ્યારે સુપ્રીમ કોર્ટે 8 નવેમ્બર, 2019ના રોજ સર્વસંમતિથી ચુકાદો આપ્યો.
તત્કાલિન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની આગેવાનીવાળી સુપ્રીમ કોર્ટની ખંડપીઠે વિવાદીત 2.77 એકર જમીનને મંદિર નિર્માણ માટે રામજન્મભૂમિ ટ્રસ્ટને સોંપવના પક્ષમાં ચુકાદો આપ્યો. મામલામાં મુસ્લિમ અરજદારોને વળતર તરીકે મસ્જિદ માટે અયોધ્યામાં ક્યાંક બીજે પાંચ એકર જમીન આપવામાં આવી હતી.
બસ પછી શું હતું, સરકારે ખૂબ જોરશોરથી મંદિર નિર્માણ માટે પહેલું પગલું ભર્યું અને 5 ફેબ્રુઆરી, 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં મંદિર નિર્માણ માટે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની ઘોષણા કરી. તેના બરાબર 6 માસ બાદ 5 ઓગસ્ટ, 2020ના રોજ અયોધ્યામાં રામમંદિરની આધારશિલા મૂકવામાં આવી અને તેમાં પીએમ મોદી ખુદ સામેલ થયા. હવે 22 જાન્યુઆરી, 2023ના રોજ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા થશે, તેના પછી મંદિર લોકો માટે પણ ખુલી જશે.