Site icon Revoi.in

રાજ્યમાં આજે કોરોનાના 3280 કેસ નોંધાયા, 17ના મોતઃ અમદાવાદમાં 817 કેસ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના આજે મંગળવારે 3280 કેસ નોંધાયા હતા. અને કોરોના સંક્રમિત 17 દર્દીઓના મોત નિપજ્યા હતા. અમદાવાદ શહેર અને જિલ્લામાં આજે 817 કોરોનાના કેસ નોંધાયા હતા. અને 7 દર્દીઓના મોત નિપજ્યા હતા. જ્યારે આજે 2167 દર્દીઓ કોરોનાની સારવાર લઈને સાજા થયા હતા

રાજ્યમાં કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો કઈ રહ્યો છે. રાજ્યમાં આજે મંગળવારે 3280 કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં આદે 798,  સુરત શહેરમાં 615, રાજકોટ શહેરમાં 321 કેસ નોંધાયા હતા. આજે 17 દર્દીઓના મોત નિપજ્યા હતા જેમાં અમદાવાદમાં 7, સુરતમાં 7, રાજકોટમાં2, અને વડોદરામાં 1નો સમાવેશ થાય છે, કોરાનાના કેસો રાજ્યના અન્ય જિલ્લોમાં પણ નોંધાયા હતા જેમાં પાટણમાં 107, જામનગરમાં 124, ભાવનગરમાં 65, ગાંધીનગરમાં 38, કચ્છમાં 36, મળીને રાજ્યમાં કુલ 3280 કેસ નોંધાયા હતા. રાજકોટમાં કોરોનાની સ્ફોટક સ્થિતિ જોવા મળી રહી છે. હાલ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાંચ પરિવારજનો કોરોના સંક્રમિત થયા છે. જ્યાં મુક્યમંત્રીના ભાઈ લલિત રૂપાણી અમદાવાદમાં અને મુખ્યમંત્રીનો ભત્રીજો અનિમેષ રૂપાણી રાજકોટમાં હોમ આઇસોલેટ થયા છે. શહેરમાં પોઝિટિવ કેસની સાથોસાથ મોતમાં પણ વિસ્ફોટ થયો છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક 3280 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં 3280 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ 2167 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,02,932 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 93.24 ટકાએ પહોંચ્યો હતો.