- બિહારમાં વાવાઝોડાનો કહેર
- 33 લોકોના થયા મોત
- ટસરકારે કરી વળતરની જાહેરાત
- 4 લાખ રુપિયા વળતર પેઠે અપાશે
પટનાઃ- છેલ્લા ઘણા દિવસથી બિહારમાં આસમાની આફત વર્તાઈ રહી છે જેના કારણે વાવાઝોડામાં ઘણું નુકશાન થયું છે, અત્યાર સુધી આ કહેરથી ઘણા લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બિહારમાં તોફાનના કારણે 33 લોકોના મોત થયા છે. તેમાંથી ભાગલપુરમાં 7 લોકોના મોત થયા છે જ્યારે મુઝફ્ફરપુરમાં 6 લોકોના મોત થયા છે.
આ સહિત સારણ અને લખીસરાઈમાં 3-3, મુંગેર અને સમસ્તીપુરમાં બે-બે, જહાનાબાદ, ખાગરિયા, નાલંદા, પૂર્ણિયા, બાંકા, બેગુસરાઈ, અરરિયા, જમુઈ, કટિહાર અને દરભંગામાં 1-1ના મોત થયા છે.
જો કે બિહારમાં આસમાની આફતથી થયેલા મોતને લઈને સરકારે મોટી જાહેરાત કરી છે.ઘટના બાદ સરકારે પીડિત પરિવારને આર્થિક મદદ કરવાની જાહેરાત કરી છે અને પીડિત પરિવારને દરેકને રૂ.4 લાખનું વળતર આપવાનું કહેવામાં આવ્યું છે.
અહીના સીએમ નીતિશ કુમારે ટ્વીટ કરીને લખ્યું છે કે રાજ્યના 16 જિલ્લામાં વાવાધોડા અને વીજળી પડવાને કારણે 33 લોકોના મોત થયા છે. મૃતકના પરિવારજનોને તાત્કાલિક રૂ. 4-4 લાખની સહાય આપવા તેમજ વાવાઝોડા અને વીજળીના કારણે ઘરને થયેલા નુકસાન અને પાકને થયેલા નુકસાનનું સર્વે કરીને અસરગ્રસ્ત પરિવારોને વહેલી તકે સહાય પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી
આ સાથે જ હવામાનને લઈને સતર્કતાની ચૂચનાઓ આપવામાં આવી છે. હવામાન ખરાબ હોવાના કારણે અત્યંત સાવધાની રાખવાની અપીલ છે. વાવાઝોડાને રોકવા માટે આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા સમયાંતરે આપવામાં આવેલા સૂચનોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.લોકોને ઘરની બહાર ન નીકળવાની સુચના આપવામાં આવી છે