નવી દિલ્હીઃ સંસદમાં સુરક્ષા ચૂક મામલે સોમવારે પણ વિપક્ષી દળોએ પોતાની માંગણી સાથે લોકસભા અને રાજ્યસભામાં હંગામો મચાવ્યો હતો. દરમિયાન લોકસભા સ્પીકરે કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરી સહિત 33 સાંસદોએ સંસદના શિયાળુસત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતા. આ અગાઉ પણ 13 વિપક્ષી સાંસદોને પૂરા સત્ર માટે સસ્પેન્ડ કર્યાં હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર અધિર રંજન ચૌધરી ઉપરાંત જય કુમાર, અપૂર્વા પોદ્દાર, પ્રસૂન બેનર્જી, મોહમ્મદ વસીર, જી સેલવમ, સીએન અન્નાદુરૈય, ડો.ટી સુમતી, કે.નવાસકાની, કે.વીરસ્વામી, એનકે પ્રેમચંદન, સૌગત રાય, શતાબ્દી રોય, અસિથ કુમાર મલ, કૌશલેન્દ્ર કુમાર, એનટો એન્ટની, એન એસ પલનામનિક્કમ, અબ્દુલ ખલીદ, તિરુવરુસ્કર, વિજય બસંત, પ્રતિમા મંડલ, કાકોલી ઘોષ, કે.મુરલીધરન, સુનીલ કુમાર મંડલ, એસ એમ લિંગમ, કે સુરેશ, અમરસિંહ, રાજમોહન ઉન્નીથન, ગૌરવ ગોગોઈ અને ટીઆર બાલુને સસ્પેન્ડ કરાયાં છે. વિપક્ષી દળએ લોકસભામાં સુરક્ષામાં ચૂક મામલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બંને સદનમાં નિવેદન આપે તેવી માંગણી કરી હતી.
આ પહેલા લોકસભાના વિપક્ષના 13 સાંસદોને સસ્પેન્ડ કરાયા હતા. જેમાં કોંગ્રેસના ટીએન પ્રતાપન, હિબી ઈડેન, જોતિમણિ, રમ્યા હરિદાસ, ડીન કુરિયાકોસ, વીકે શ્રીકંદન, બેની બેહનન, મોહમ્મદ જાવેદ અને મણિકોમ ટાગોરનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ડીએમકેના કનિમોઈ, માકપાના એસ.વેંક્ટેશન અને ભાકપાના કે કે સુબ્બારાયનને સસ્પન્ડ કરાયાં હતા. આ ઉપરાંત રાજ્યસભાના સભ્ય ડેરેક ઓબ્રોયન (ટીએમસી)ને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતા.