ત્રિપુરામાં બીજેપી સરકારના 4 વર્ષ થયા પુરા- ગૃહમંત્રી શાહે સરકારી નોકરીમાં મહિલાઓ માટે 33 ટકા અનામતની કરી જાહેરાત
- ત્રિપુરામાં બીજેપી સરકારનું એલાન
- ત્રિપુરામાં સરકારી નોકરીમાં મહિલાઓને 33 ટકા અનામત
- ગૃહમંત્રી શાહે કરી જાહેરાત
દિલ્હીઃ દેશના ઘણાભાગના રોજ્યોમાં બીજેપીની સરકાર છે ,બીજેપી દ્વારા અથખાગ પ્રયત્નો વિકાસના માર્ગે થઈ રહ્યા છે આ સાથે જ ત્રિપુરાના પણ છેલ્લા 4 વર્ષથી બીજેપીની સરકાર છે ત્યારે આજરોજ કેન્દ્રીય ગૃહ મંત્રી શાહે ત્રિપુરાના અગરતલામાં પોતાની પાર્ટીના 4 વર્ષ પુરા થવા પર જનસભાને સંબોધિત કરી હતી,
આ સાથે જ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે જાહેરાત કરી કે ત્રિપુરામાં સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવામાં આવશે. શાહે કહ્યું કે પહેલા ત્રિપુરામાં ઉગ્રવાદ, ઘૂસણખોરી,તણાવ, ભ્રષ્ટાચારની વાતો થતી હતી. આજે પીએમ નરેન્દ્ર મોદીએ અષ્ટ લક્ષ્મીનું રૂપ આપીને સમગ્ર નોર્થ ઈસ્ટને વિકાસ, કનેક્ટિવિટી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રમતગમત, રોકાણ અને ઓર્ગેનિક ફાર્મિંગ માટે એક મોટું હબ બનાવ્યું છે.
ગૃહમંત્રીએ કહ્યું, ‘આપણા દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા છે. આ સાથે સુંદર ત્રિપુરાના નિર્માણને પણ 50 વર્ષ પૂર્ણ થયા છે. 25 વર્ષ સુધી સામ્યવાદીઓએ ત્રિપુરા પર શાસન કર્યું. 2015માં જ્યારે હું અહીં આવ્યો હતો ત્યારે દરેક લોકો શોકમાં હતા.
જનસભા સંબોધિત કરતા વખતે શાહે કહ્યું કે ‘હું તમને ખાતરી આપું છું કે આ 4 વર્ષમાં અમે ત્રિપુરાને સંભાળવાનું સારુ કામ કર્યું છે. આવતા વર્ષે જ્યારે 5 વર્ષ પૂરા થશે ત્યારે વધુ અમને એક તક આપો, અમે ત્રિપુરાને દેશનું નંબર વન રાજ્ય બનાવીશું
આ સાથે જ ગૃહમંત્રી શાહે રાજ્યના મુખ્યનમંત્રીના કાર્યોનો પણ ઉલ્લેખ કર્યો હતો કહ્યું કે,જ્યાં પણ સામ્યવાદીઓની સરકાર છે ત્યાં રાજકીય વિરોધીઓના લોહીથી હોળી રમાય રહી છે. પરંતુ હું ગર્વથી કહી શકું છું કે ત્રિપુરામાં રાજકીય હત્યાઓ પર સંપૂર્ણ રોક લગાવવાનું કામ આપણા મુખ્યમંત્રી વિપ્લબ દેવજીએ કર્યું છે. 25 વર્ષ સુધી અહીં ગરીબોના નામે સામ્યવાદીઓએ રાજ કર્યું, પરંતુ ગરીબો માટે કંઈ કર્યું નથી. આ સાથે જ તેમણે આંકડાઓનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે રાજ્યમાં ભાજપ અને અન્ય પક્ષોના 39 થી વધુ કાર્યકરો માર્યા ગયા.