Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાના 3350 કેસ નોંધાયા, અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1637  કેસ,

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આજે રાજ્યમાં કોરોનાના 3350  કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 1637 કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે કોરોનાને લીધે એકનું મોત નિપજ્યુ હતુ. સરકારે કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની લોકોને અપીલ કરી છે. રાજ્યના મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી હતી. અને કોરોના વધતા જતાં કેસને લઈને એક્શનપ્લાન ઘડી કાઢવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ રહી હોય એવું લાગી રહ્યું છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધતા જાય છે. આજે બુધવારે રાજ્યમાં 3350  કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1637  નવા કેસ નોંધાયા છે.

ગુજરાતમાં રોકેટગતિએ વધી રહેલા કોરોના કેસમાં એક નવું તથ્ય બહાર આવ્યું છે કે દર ત્રીજા દિવસે કેસ ડબલ થઈ રહ્યા છે. રસપ્રદ છે કે ગત માર્ચ-એપ્રિલ 2021માં પણ આવો જ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. આ રીતે જોઈએ તો 24 ડિસેમ્બરે ગુજરાતમાં કોરોના પોઝિટિવના નવા 98 કેસ નોંધાયા હતા. આ આંકડો 26મીએ તેના ડબલ જેટલો વધી 177, 28મીએ તેના ડબલ થઈ 394 અને 30મીએ 573 તેના ડબલ જેટલો વધીને 1 જાન્યુઆરીએ 1069 થયો હતો. જોકે, હવે ડબલ થવાની ગતિ ધીરી પડી છે અને નજીવો વધારો થયો છે અને 1259 નવા કેસ નોંધાયા છે. 4 જાન્યુઆરીએ ડબલ જેટલા 2265 નવા કેસ થયા હતા. આજે 5મી જાન્યુઆરીએ 3350 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના આજે 3350 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદ શહેરમાં 1637 કેસ, સુરત શહેરમાં 630 કેસ, વડોદરા શહેરમાં 150 કેસ, આણંદમાં 114 કેસ, કચ્છમાં 48 કેસ, રાજકોટ શહેરમાં 141 કેસ, ખેડામાં 84, કેસ  ભરૂચમાં 39 કેસ, અમદાવાદ જિલ્લામાં 23 કેસ, ગાંધીનગર શહેરમાં 59 કેસ,  રાજકોટ જિલ્લામાં 18 કેસ, ભાવનગર શહેરમાં 38 કેસ અને જિલ્લામાં 2 કેસ, જામનગરમાં 19 કેસ, તેમજ સાબરકાંઠામાં 10, અને બનાસકાંઠામાં -4 કેસ નોંધાયા હતા. કોરોનાને લીધે અમરેલી  જિલ્લામાં-1 નું  મોત નિપજ્યુ હતુ.

કોરોનાની સાથે ઓમિક્રોનના કેસ પણ ધીરે-ધીરે વધી રહ્યા છે. ગુજરાતમાં આજે ઓમિક્રોનના 50 કેસ નોંધાયા હતા. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 34 કેસ, આણંદમાં 3 કેસ, ખેડામાં 4 કેસ વડોદરા શહેરમાં 5 કેસ, સુરતમાં 3 કેસ અને કચ્છમાં 1 કેસનો સમાવેશ થાય છે.રાજ્યમાં અત્યાર સુધીમાં ઓમ્ક્રોનના કુલ 204 કેસ નોંધાયાછે જેમાં 112 દર્દીઓ કોરોના મુક્ત બનતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

.