દક્ષિણ અને પૂર્વી લેબનોન પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 34 લોકો માર્યા ગયા અને 80 ઘાયલ થયા હતા. હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલને નુકસાન પહોંચાડવાનો દાવો કર્યો છે. પૂર્વી લેબનોનમાં 24 લોકો માર્યા ગયા અને 44 અન્ય ઘાયલ થયા હતા. આ હુમલાની માહિતી બોડાઈ, શમુસ્તાર, હાફિર અને રાસ અલ-ઈનના નગરો તેમજ ફ્લોવી, બ્રિટાલ, હાવર તાલા અને બેકા ખીણમાં નોંધાઈ હતી, જે તમામ બાલબેક-હરમેલ વિસ્તારમાં સ્થિત છે.
ઇઝરાયેલી સૈનિકોના કેટલાક બેસકેમ્પને નિશાન બનાવવમાં આવ્યા
દક્ષિણ લેબનોનમાં 10 લોકો માર્યા ગયા હતા અને 36 અન્ય ઘાયલ થયા હતા. જેમાંથી મોટાભાગના નાબાતીહના નગરો અને ગામોના રહેવાસીઓ હતા. દક્ષિણમાં ટાયર અને માર્જેયુન જિલ્લામાં અન્ય કેસો નોંધાયા હતા. તે જ સમયે હિઝબુલ્લાહના જુદા જુદા નિવેદનોના આધારે અહેવાલ આપે છે કે તેના સભ્યોએ ઉત્તર ઇઝરાયેલમાં લેબનીઝ શહેર ખિયામ અને કિબુત્ઝ હનીતા ખાતે સરહદી વિસ્તારમાં મિસાઇલો અને રોકેટ છોડ્યા હતા, જેમાં ઇઝરાયેલના અવિવિમ અને ડિશોનના ઇઝરાયેલી સૈનિકોના કેટલાક બેસકેમ્પને નિશાન બનાવવમાં આવ્યા હતા.
સેના 23 સપ્ટેમ્બરથી લેબનોન પર હવાઈ હુમલા કરી રહી છે
સશસ્ત્ર જૂથે જણાવ્યું હતું કે તે લેબનીઝ સરહદી શહેર અલ-બાયદાના પૂર્વી બહારના વિસ્તારમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહેલા ઇઝરાયેલી સૈનિકોના જૂથ સાથે પણ ભારે અથડામણ કરી હતી. આ હુમલામાં ઈઝરાયેલી સૈનિકોને પણ જાનહાનિ થઈ હોવાના અહેવાલ છે. ઈઝરાયેલની સેના 23 સપ્ટેમ્બરથી લેબનોન પર હવાઈ હુમલા કરી રહી છે. ઑક્ટોબરની શરૂઆતમાં ઇઝરાયેલે તેની ઉત્તરીય સરહદ પાર કરીને લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કર્યું.