Site icon Revoi.in

અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ, દરિયાપુરમાં કોરોનાએ મહિલાનો ભોગ લીધો

Social Share

અમદાવાદઃ શહેરમાં ફરીવાર કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.  હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 35 જેટલાં છે. પણ લોકો દ્વારા જો સાવચેતિ રાખવામાં  આવે તો કેસમાં વધારો પણ થઈ  શકે છે. મંગળવારે કોરોનાના વધુ બે કેસ નોંધાયા હતા. કોરોનાના તમામ 35 કેસો પશ્વિમ વિસ્તારમાં નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ વિસ્તારનો સમાવેશ થાય છે. 35 એક્ટિવ કેસોમાંથી 30 જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી છે.

અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસોમાં ધીમીગતિએ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં વધુ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે દરિયાપુરમાં એક કોરોના સંક્રમિત મહિલાનું મોત થયું છે. એએમસીના આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના કહેવા મુજબ  અમદાવાદ શહેરમાં કુલ 35 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં તમામ મોટાભાગે કેસો પશ્ચિમ વિસ્તારમાં નોંધાયેલા છે. પશ્ચિમ વિસ્તારના 14 અને ઉત્તર પશ્ચિમ વિસ્તારના 11 કેસ નોંધાયેલા છે. એક દર્દી હોસ્પિટલમાં દાખલ છે જે ખાનગી હોસ્પિટલમાં છે. એએમસી સંચાલિત એક પણ હોસ્પિટલમાં કોરોનાનો કોઈ દર્દી દાખલ નથી. મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટર ખાતે કોરોના ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. જે કોઈપણ દર્દીને કોરોના પોઝિટિવ હોય અને હોસ્પિટલાઈઝ કરવાની જરૂરિયાત હોય તો એવા દર્દીઓને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરી શકાય છે. મંગળવારે શહેરના રાણીપ અને સરખેજ વિસ્તારમાં બે વ્યક્તિઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કોરોનાની નવી લહેરમાં પ્રથમ વખત સંક્રમિત મોત નોંધાયું છે. જેમાં શહેરના દરિયાપુર વિસ્તારમાં રહેતી સંક્રમિત મહિલાએ ખાનગી હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ દમ તોડ્યો હતો.

રાજ્યના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ  ગુજરાતમાં જે કોરોનાના એક્ટિવ કેસ છે, તેમાં 60 ટકાથી વધુ એકલા અમદાવાદ શહેરના છે. અમદાવાદમાં કોરોનાના કુલ 35 એક્ટિવ કેસ નોંધાયા છે. જે પૈકી મોટાભાગના સંક્રમિતો નવરંગપુરા, બોડકદેવ અને થલતેજ જેવા શહેરના પશ્ચિમ વિસ્તારમાં નોંધાયા છે. જ્યારે સંક્રમિત 35 દર્દીઓ પૈકી 30 જેટલા દર્દીઓ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા હોવાનું જાણવા મળ્યું છે.