Site icon Revoi.in

ગુજરાતમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 1લી મેથી 35 દિવસનું ઉનાળુ વેકેશન

ફાઈલ ફોટો

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં તમામ પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાળ અધ્યાપન મંદિરો, તેમજ સ્વનિર્ભર પીટીસી કોલેજોમાં તા.01-05-2023થી તા.04-06-2023 સુધી 35 દિવસના ઉનાલું વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ઉનાળુ વેકેશન જાહેર કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ બહારગામ પ્રવાસે જવાનો કાર્યક્રમ નક્કી કરી શકશે.  તા,5મી જુને શાળાઓમાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થઈ જશે.

રાજ્યના શિક્ષણ વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કરાયું છે. ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન 35 દિવસનું ઉનાળુ વેકેશન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું છે. જેથી હવે નવું શૈક્ષણિક સત્ર 5 જૂનથી શરૂ થશે. 1 મેથી 4 જૂન સુધી 35 દિવસ દરમિયાન ઉનાળુ વેકેશન રહેશે.

શિક્ષણ વિભાગે સત્તાવાર રીતે પરિપત્ર જાહેર કરી ઉનાળુ વેકેશન અને નવા સત્રની તારીખ જાહેર કરી છે. રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓ, સરકારી અને ગ્રાન્ટેડ અધ્યાપન મંદિરો, બાલ અધ્યાપન મંદિરો, સ્વનિર્ભર પીટીસી કોલેજને ઉનાળુ વેકેશન અને નવા સત્રની તારીખ લાગુ પડશે. પ્રાથમિક અને માધ્યમિક બંને શાળાઓમાં બાળકોના વેકેશનની તારીખ એક સરખી રાખવા અંગે DEO અને DPEO ને સંકલન કરવા આદેશ કરાયો છે.

પ્રાથમિક શિણક્ષ નિયામક દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને ઉનાળું વેકેશનને લઈ પત્ર દ્વારા જાણ કરવામાં આવી છે. પત્રમાં લખવામાં આવ્યું છે કે આગામી તા. 1 મે થી 4 જૂન સુધી રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન રહેશે. ત્યારે આગામી 5 જૂનથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ ફરી ધમધમતી થઈ જશે.