- મધ્યપ્રદેશમાં કુવાની છત પડવાની ઘટનામાં 35ના મોત
- PM મોદી પીડિતો માટે એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી
દિલ્હીઃ- પીએમ મોદીએ ઈન્દોર દુર્ઘટના પીડિતો માટે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળ માંથી એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે.પ્રધાનમંત્રી કાર્યાલયે આ બાબતને લઈને ટ્વિટ કર્યું છે કે, ઇંદોરમાં જે દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં દરેક મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રુપિયા 2 લાખની એક્સ-ગ્રેશિયા આપવામાં આવશે. આ સાથે જ ઘાયલોને પણ રૂપિયા 50,000 આપવાની વાત કરે છે.
મધ્યપ્રદેશના ઈન્દોરમાં રામ નવમીની દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 35 થઈ ગઈ છે. 18 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 લોકોને રજા આપવામાં આવી છે. એક વ્યક્તિની બાલ શોધખોળ ચાલું છે. સ્થળ પર હાજર સેના, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો શોધ અને બચાવ કામગીરી કરી રહી છે.
જણાવી દઈએ કે રામ નવમી નિમિત્તે ગુરુવારે સવારે બેલેશ્વર મહાદેવ ઝુલેલાલ મંદિરમાં ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન, ભારે ભીડને કારણે, ‘બાવડી’ (કુવા)ને આવરી લેતો સ્લેબ તૂટી ગયો. પગથિયાંને ઢાંકવા માટે, કૂવાની છતને લોખંડના સળિયાની મદદથી કાસ્ટ કરીને બનાવવામાં આવી હતી.
આસાથે જ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ પણ મધ્યપ્રદેશની આ છત પડવાની ઘટનામાં થયેલા મોત પર શોક વ્યક્ત કર્યો છે. આ મામલે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે. તે જ સમયે, સીએમ શિવરાજે મૃતકોના પરિવારજનો માટે 5 લાખ રૂપિયાની વળતરની રકમ તેમજ ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે ભોપાલ શહેરના પટેલ નગર સ્થિત બેલેશ્વર મંદિરમાં બાવડી એટલે કે કુવાની છત ધરાશાયી થવાની ઘટના ગઈકાલે રામનવમીના જદિવસે બની હતી અનેક શ્રદ્ધાળુઓ કુવામાં ખાબક્યાં હતા. આ કુવાની ઊંડાઈ લગભગ 50 ફુટ હતી જેના કારણે ઘણા લોકો પાણીમાં ડૂબી ગયા હતા.
જો કે ઘટના બનતાની સાથે જ વહીવટી ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. દોરડાની મદદથી 10 લોકોને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યાં હતા. આ દુર્ઘટનામાં અત્યાર સુધી 35 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.