- જિલ્લાના 350 સીનીયર ડોકટરો હડતાળ પર ઉતર્યા
- સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો એકત્ર થઈ સુત્રોચ્ચાર કર્યા
- પડતર માંગણીઓને લઈને ઉતર્યા હડતાળ પર
રાજકોટ:ગુજરાતમાં અલગ-અલગ માંગને લઈને ડોકટરો,આંગણવાડી વર્કરો સહિતના લોકો દ્વારા કામથી અળગા રહીને હડતાળ પર ઉતરે છે.ત્યારે આજે રાજકોટમાં સીનીયર ડોકટરો હડતાળ પર ઉતર્યા છે.શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ કોલેજના પટાંગણમાં સીનીયર ડોક્ટરો દ્વારા પડતર માંગોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.તબીબોએ બેનરો સાથે તેમજ છેતરપિંડી બંધ કરો, વહીવટી અત્યાચાર બંધ કરો, હમારી માંગે પૂરી કરોના સૂત્રોચ્ચાર કર્યા હતા.તબીબોએ જણાવ્યું હતું કે,જ્યાં સુધી માંગણી પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે.
આ હડતાળમાં રાજકોટ જિલ્લાના 350 તબીબો હડતાળ પર ઉતર્યા છે.ઉલ્લેખનીય છે કે,સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની સેવાઓ પર અસર જોવા મળી રહી છે.
જોકે,સિનિયર ડોક્ટરો સિવાયના તબીબો ફરજ પર હાજર હોવાના કારણે ઈમરજન્સી વિભાગ અને ઓપીડી વિભાગ કાર્યરત છે.જ્યારે કે, ઓપરેશન થિયેટર હાલ ખાલીખમ્મ જોવા મળી રહ્યા છે.સર્જીકલ સહિતના ઓપરેશન થિયેટરમાં માત્ર નર્સિંગ સ્ટાફ અને રેસિડન્ટ તબીબો જોવા મળી રહ્યા છે. જ્યારે ઇએનટી ઓપરેશન થિયેટર હાલ રેસિડન્ટ તબીબને કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હોવાથી સિનિયર તબીબોના કારણે શરૂ છે.