Site icon Revoi.in

ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં 3517 શિક્ષકોની ભરતી કરાશે

Social Share

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવતી હતી તેથી ટાટ અને ટેટ પાસ થયેલા ઉમેદવારોએ ભારે વિરોધ કર્યો હતો અને કાયમી ભરતી કરવાની માગ કરી હતી. દરમિયાન સરકારે માધ્યમિક શાળાઓમાં 3517 શિક્ષકોની ભરતીની જાહેરાત કરી છે. ધો 9 અને 10 માટે શિક્ષણ વિભાગે ભરતીની જાહેરાત કરી છે, જેમાં સરકારી શાળામાં 1200 શિક્ષકોની ભરતી કરાશે. જ્યારે ગ્રાન્ટેડ શાળામાં 2317 શિક્ષકોની કરાશે ભરતી કરાશે. સરકારી ગુજરાતી માધ્યમમાં 1196 શિક્ષકો અને અંગ્રેજી માધ્યમાં 4 શિક્ષકોની જગ્યા છે. ઉમેદવારો 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શાળામાં શિક્ષકો માટેની ભરતીની જાહેરાત આપી છે. જેમાં ગુજરાતી માધ્યમમાં 2258, અંગ્રેજી માધ્યમ -56, હિન્દી માધ્યમ -3,  સહિત કુલ=2317 જગ્યાઓ તેમજ સરકારી શાળામાં ગુજરાતી માધ્યમ -1196, અંગ્રેજી માધ્યમ -4 સહિત કુલ જગ્યા 1200 જગ્યાનો સમાવેશ થાય છે. આ જગ્યાઓ માટે શૈક્ષણિક અને વ્યાવસાયિક લાયકાત ધરાવતા, દ્વિસ્તરીય TAT(HS)-2023 પરીક્ષામાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનારા ઉમેદવારો પાસેથી નિયત નમૂનામાં ઓનલાઇન અરજી મંગાવવામાં આવી છે. અરજી કરનારા ઉમેદવારોની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખ સુધી 39 વર્ષ કરતાં વધુ ન હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમાનુસાર છૂટ મળવાપાત્ર છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે 10 ઑક્ટોબર 2024થી 21 ઑક્ટોબર 2024 સુધી https://www.gserc.in/ વેબસાઇટ પર આપેલી સૂચના મુજબ ઓનલાઇન અરજી કરી શકશે.લાયક ઉમેદવારો અરજીની નિયત ફી પણ આ વેબસાઇટ પર ઓનલાઇન ભરી શકે છે. ઓનલાઇન અરજી પત્રકમાં તમામ વિગત ભર્યા બાદ તેની ખાતરી કરીને જ ફી ભરવી. ફી ભર્યા બાદ ઉમેદવારે કરેલી અરજી કન્ફર્મ થયેલી ગણાશે.