- દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 હજારથી વધુ કેસ
- વિતેલા દિવસની સરખામણીમા 8.2 ટકાનો વધારો
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે કોરોનાના કેસમાં હવે વધારો નૌધાઈ રહ્યો છે દેશની રાજઘાની દિલ્હીમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે મોટાભાગના કેસોમાં દિલ્હીના કેસ વધુ જોવા મળે છે,. ત્યારે હવે દૈનિક કેસોનો આંકડો 3 હજારને પાર પહોચ્યો છે.
જો દેશમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાના કુલ 3 હજાર 545 નવા કેસ નોંધાયા છે.આ આકંડો ગઈકાલની સરખામણીમાં 8.2 ટકા વધુ જોવા મળ્યા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે 3 હજાર 275 કેસ નોંધાયા હતા. આ સાથે, દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 30 લાખ, 94 હજાર 938 થઈ ગઈ છે.
આ સાથે જ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 27 લોકોના મોત પણ થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે હાલમાં દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા 19 હજારને પાર પહોંચી ચૂકી છે. હાલમાં, દેશભરમાં 19 હજાર 688 સક્રિય કેસ જોવા મળે છે. સક્રિય કેસ કુલ ચેપના 0.05 ટકા થઈ ગયા છે. હાલમાં દેશમાં રિકવરી રેટ 98.74 ટકા નોંધાયો છે.