Site icon Revoi.in

વર્ષ 2023 ની શરૂઆત થી મે મહિના સુધી ડોમેસ્ટિક એરલાઈન્સમાં યાત્રા કરનારા લોકોની સંખ્યામાં ૩૬% નો વધારો

Social Share

દિલ્હીઃ- અનેક સુવિધાઓ વચ્ચે હવે માનવ જીવન પણ સરળ બની રહ્યું છે, એક સ્થળેથી બીજા સ્થળે પહોંચવા માટે અનેક સુવિધાઓ છે જેમાં એક સુવિધા છે ફ્લાઈટની ચે લાંબાગાળા અંતરે ખૂબ જ ઓછા સમયમાં જે તે સ્થળે પહોંચાડી દે છે આજની ફાસ્ટ લાઈફમાં સૌ કોી પાસે સમય ઓછો છે એટલે મોટા બિઝનેસમેન હોય કે વેપારીઓ હોય તમામ લોકો મોટા ભાગે ફ્લાઈટમાં મુસાફરી કરવાનું નધુ પસંદ કરી રહ્યા છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે વર્ષ 2023ની શરુઆતના મહિના જાન્યુઆરીથી મે મહિના દરમિયાન ફ્લાઈટમાં યાત્રા કરનારા યાત્રીઓની સંખ્યામાં નોંધપાત્ર  વધારો નોંધાયો છે,જાન્યુઆરીથી મે વચ્ચે દેશમાં ઘરેલુ એરલાઇન્સમાં 636.07 લાખ લોકોએ ઉડાન ભરી હતી. ગયા વર્ષે 2022 સુધીના આ સમયગાળામાં આ આંકડો 467.37 લાખ હતો. આમ, સ્થાનિક હવાઈ મુસાફરોની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં જાન્યુઆરીથી મે મહિના દરમિયાન 36.10 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

નાગરિક ઉડ્ડયન નિર્દેશાલય તફથી પ્રાપ્ત માહીતી અનુસાર આ સંખ્યા  માસિક ધોરણે 15.24 ટાકાની વૃદ્ધિ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે  છેલ્લા કેટલાક મહિનામાં દેશનો ઉડ્ડયન ઉદ્યોગ અલગ-અલગ કારણોસર ચર્ચામાં છે.થોડા મહિનાઓ પહેલા દેશના એરપોર્ટ પર ભીડની સમસ્યા પણ સર્જાય હતી જે બાદ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ  રાજધાનીના એરપોર્ટનું નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓને સિસ્ટમમાં સુધારો કરવા નિર્દેશ આપ્યો હતો.

જો કે પરિસ્થિતિ પછી 2 જ દિવસમાં નિયંત્રણમાં આવી હતી એક તરફ સર્જાયેલી આ પરિસ્થિતિ એ પણ સૂચવતી હતી કે ફ્લાઈટની યાત્રા કરનારા યાત્રીઓની સંખ્યા વધતી જઈ રહી છે.