નવી દિલ્હીઃ દેશમાં વર્ષ 2018ની સરખામણીમાં 2022માં ડાબેરી ઉગ્રવાદ અથવા નક્સલવાદને લગતી ઘટનાઓમાં લગભગ 36 ટકાનો ઘટાડો થયાનું કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભામાં જણાવ્યું હતું. લોકસભાની કાર્યવાહી દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી રાયે એક સભ્યના પ્રશ્નના જવાબમાં કહ્યું કે, હિંસાની આ ઘટનાઓમાં સુરક્ષા દળો અને નાગરિકોના મૃત્યુની સંખ્યામાં 59 ટકાનો ઘટાડો થયો છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, છત્તીસગઢમાં ડાબેરી ઉગ્રવાદને લગતી હિંસાની ઘટનાઓમાં 22 ટકાનો ઘટાડો થયો છે જેના પરિણામે મૃત્યુની સંખ્યામાં 60 ટકાનો ઘટાડો થયો છે. 2010ની સરખામણીમાં 2022માં ડાબેરી ઉગ્રવાદને લગતી હિંસક ઘટનાઓની સંખ્યામાં 76 ટકાનો ઘટાડો થયો છે. પરિણામે, મૃત્યુની સંખ્યા (સુરક્ષા દળો અને નાગરિકો) 2022 માં 98 નોંધાઈ છે, જે 2010 માં 1005 ની ઊંચી સપાટીથી 90 ટકા ઘટાડો નોંધાવે છે.
રાયે કહ્યું કે ડાબેરી હિંસા (LWE હિંસા)નો ભૌગોલિક ફેલાવા ઉપર પણ નિયંત્રણ મેળવવા પગલા લેવામાં આવ્યાં છે. જેના પરિણામે આ વિસ્તાર પણ હવે મર્યાદિત થયો છે જેના પરિણામે હિંસાના બનાવો પણ અટક્યાં છે. આ સંખ્યા 2010માં 96 હતી જે વધીને 2022માં 45 થઈ હતી. ડાબેરી ઉગ્રવાદની સમસ્યાને વ્યાપકપણે ઉકેલવા માટે 2015માં રાષ્ટ્રીય નીતિ અને કાર્ય યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. તેમાં સુરક્ષા પગલાં, વિકાસ દરમિયાનગીરીઓ, સ્થાનિક સમુદાયોના અધિકારો અને હકની ખાતરીને આવરી લેતી બહુ-પરિમાણીય વ્યૂહરચનાની કલ્પના કરવામાં આવી છે.
- સુરક્ષા સંબંધિત ખર્ચ
SRE યોજના હેઠળ, 2018-19 સુધી ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોને રૂ. 1648.23 કરોડ જાહેર કરવામાં આવ્યા હતા. તેમાં છત્તીસગઢના રૂ. 587.96 કરોડનો પણ સમાવેશ થાય છે. ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યો માટે 704 ફોર્ટિફાઇડ પોલીસ સ્ટેશન (FPS) મંજૂર કરવામાં આવ્યા છે, જેમાં છત્તીસગઢ માટે 148 FPSનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે 603 FPSમાંથી 537 FPSના નિર્માણનું કાર્ય 2014 પછી શરુ કરાયું હતું.
બનાવવામાં આવ્યા છે.