Site icon Revoi.in

દેશભરમાં અત્યાર સુધીમાં 38 કરોડ મુદ્રા લોન આપવામાં આવીઃ પીએમ મોદી

Social Share

નવી દિલ્હીઃ ઉત્તરાખંડમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વીડિયો કોન્ફરન્સીંગના મારફતે ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગ્રે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આજનો દિવસ તેમના નિમણૂક પત્રો મેળવનારાઓ માટે એક નવી શરૂઆત દર્શાવે છે અને કહ્યું કે આ માત્ર જીવન બદલવાની તક નથી પરંતુ સર્વગ્રાહી પરિવર્તનનું માધ્યમ છે. દેશમાં શૈક્ષણિક ક્ષેત્રે થઈ રહેલા નવા પ્રયોગો પર પ્રકાશ પાડતા પીએમએ નોંધ્યું હતું કે મોટાભાગના નિમણૂકો શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા હશે. “નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ભારતના યુવાનોને નવી સદી માટે તૈયાર કરે છે”. દેશભરમાં અત્યાર સુધીમાં 38 કરોડ મુદ્રા લોન આપવામાં આવી હોવાનું PM મોદીએ જણાવ્યું હતું.

વડાપ્રધાનએ કેન્દ્ર અને ઉત્તરાખંડ સરકારના સતત પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો કે દરેક યુવાનોને તેમની રુચિના આધારે નવી તકો મળે અને આગળ વધવા માટે યોગ્ય માધ્યમની પહોંચ મળે. તેમણે કહ્યું કે સરકારી સેવાઓમાં ભરતી અભિયાન પણ આ દિશામાં લેવાયેલું પગલું છે. છેલ્લા કેટલાક મહિનામાં દેશના લાખો યુવાનોને કેન્દ્ર સરકાર તરફથી તેમના નિમણૂક પત્રો મળ્યા છે અને ઉત્તરાખંડ તેનો હિસ્સો બની ગયો હોવાનો આનંદ વ્યક્ત કર્યો હતો. ભાજપ શાસિત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આખા દેશમાં આવા ભરતી અભિયાનો મોટા પાયે ચાલી રહ્યા છે. તેમણે કહ્યું, “હું ખુશ છું કે આજે ઉત્તરાખંડ તેનો એક ભાગ બની રહ્યું છે.”

પીએમ મોદીએ જૂની કહેવતથી મુક્ત થવા પર ભાર મૂક્યો હતો કે પર્વતોના પાણી અને યુવાનો પર્વતો માટે કોઈ કામના નથી. “તે કેન્દ્ર સરકારનો સતત પ્રયાસ છે કે ઉત્તરાખંડના યુવાનો તેમના ગામોમાં પાછા ફરે”, મોદીએ પર્વતીય પ્રદેશોમાં નવી રોજગાર અને સ્વ-રોજગારની તકો ઊભી કરવા પર પ્રકાશ પાડ્યો હતો. ઉત્તરાખંડમાં આંતરમાળખાકીય વિકાસમાં રોકાણો પર પ્રકાશ ફેંકતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે નવા રસ્તાઓ અને રેલ લાઈનો નાખવાથી માત્ર કનેક્ટિવિટી જ નહીં પરંતુ રોજગારીની ઘણી તકો પણ ઊભી થઈ રહી છે. દરેક જગ્યાએ નોકરીની તકોને પ્રોત્સાહન મળી રહ્યું છે અને બાંધકામ કામદારો, એન્જિનિયરો, કાચા માલના ઉદ્યોગો અને દુકાનોના ઉદાહરણો આપ્યા. ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં માગમાં વધારાને કારણે નવી તકો સર્જાઈ રહી છે તેની પણ તેમણે નોંધ લીધી પહેલા ઉત્તરાખંડના ગ્રામીણ વિસ્તારોના યુવાનોને રોજગાર માટે મોટા શહેરોમાં જવું પડતું હતું પરંતુ આજે હજારો યુવાનો ગામડાઓમાં ઈન્ટરનેટ અને ડિજિટલ સેવાઓ પ્રદાન કરતા કોમન સર્વિસ સેન્ટરોમાં કામ કરી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં દૂર-દૂરના વિસ્તારોને સડક, રેલ અને ઇન્ટરનેટ દ્વારા જોડવાના પરિણામે પ્રવાસન ક્ષેત્ર વિસ્તરી રહ્યું છે અને કહ્યું કે પ્રવાસન નકશા પર નવા પ્રવાસન સ્થળો આવી રહ્યા છે. આ કારણે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ઉત્તરાખંડના યુવાનોને હવે મોટા શહેરોમાં જવાને બદલે તેમના ઘરની નજીક રોજગારની સમાન તકો મળી રહી છે. મુદ્રા યોજના પ્રવાસન ક્ષેત્રમાં રોજગાર અને સ્વ-રોજગારની તકો વધારવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે. દુકાનો, ઢાબાઓ, ગેસ્ટ હાઉસો અને હોમસ્ટેનાં ઉદાહરણો આપતા પીએમએ આવા વ્યવસાયોને કોઈપણ ગેરંટી વિના આપવામાં આવતી રૂ. 10 લાખ સુધીની લોન પર પ્રકાશ પાડ્યો હતો. “દેશભરમાં અત્યાર સુધીમાં 38 કરોડ મુદ્રા લોન આપવામાં આવી છે. લગભગ 8 કરોડ યુવાનો પ્રથમ વખત ઉદ્યોગસાહસિક બન્યા છે.”