Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 39 લોકોના મોત

Social Share

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન હાલમાં  4 દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ખુબ મોટું નુકસાન ભોગવી રહ્યું છે. જ્યાં વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

હિમવર્ષાના કારણે  પ્રાંતો અને જિલ્લાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. અફઘાન આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા જનાન સાયેકે ખામા પ્રેસને જણાવ્યું હતું કે; તાજેતરની હિમવર્ષા અને વરસાદથી 637 રહેણાંક મકાનો સંપૂર્ણ અથવા આંશિક રીતે નાશ પામ્યા છે અને 14,000 પશુઓના મોત થયા છે.”