અમદાવાદઃ મુંબઈ- અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ઘનસોલી ખાતે 394 મીટરની અધિક સંચાલિત વચગાળાના બોગદાં (એડીઆઇટી)નું ખોદકામ કરવામાં આવ્યું છે. તેનાથી મહારાષ્ટ્રમાં બીકેસી અને શિલફાટા વચ્ચે 21 કિલોમીટર લાંબી ટનલનું નિર્માણ ઝડપથી શરૂ થશે.
26 મીટર ઊંડી ઢાળ ધરાવતી ADIT નવી ઓસ્ટ્રિયન ટનલિંગ પધ્ધતિ (એનએટીએમ) મારફતે 3.3 કિલોમીટર બોગદાંના નિર્માણની સુવિધા આપશે, જેથી દરેક બાજુએથી 1.6 મીટર (અંદાજે) બોગદું બનાવવા માટે એક સાથે પ્રવેશ મળશે. 21 કિ.મી. નું બોગદું બનાવવાની કામગીરીમાંથી 16 કિ.મી. ટનલ બોરિંગ મશીન્સ દ્વારા થાય છે અને બાકીના 5 કિ.મી. એનએટીએમ દ્વારા થાય છે.
આંતરિક પરિમાણની એડીઆઈટી: 11 મીટર X 6.4 મીટર બાંધકામ અને કામગીરી દરમિયાન મુખ્ય બોગદાંમાં સીધા વાહનોને પ્રવેશ અપાશે અને કટોકટીની પરિસ્થિતિમાં સ્થળાંતર પ્રક્રિયાના હેતુ માટે પણ તેનો ઉપયોગ થઈ શકશે.
એડીઆઈટી માટે ખોદકામનું કામ 6 ડિસેમ્બર 2023 ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું, અને 394 મીટરની સંપૂર્ણ લંબાઈ છ મહિનાના ટૂંકા ગાળામાં ખોદકામ કરવામાં આવેલ છે. નિષ્ણાતોની દેખરેખ હેઠળ 27,515 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને કુલ 214 નિયંત્રિત વિસ્ફોટો કરવામાં આવ્યા હતા અને સલામત ખોદકામ સુનિશ્ચિત કરવા માટે ઉચ્ચ સ્તરના ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
બોગદાં અને નજીકના વિસ્તારમાં તમામ બાંધકામોના સલામત ખોદકામની ખાતરી કરવા માટે સંખ્યાબંધ દેખરેખના સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ કામ માટે ઉપયોગમાં લેવામાં આવતા કેટલાક ઉપકરણોમાં એસએસપી (સરફેસ સેટલમેન્ટ પોઇન્ટ્સ), ઓડીએસ (ઓપ્ટિકલ ડિસ્પ્લેસમેન્ટ સેન્સર) અથવા બંને ધરીમાં ડિસ્પ્લેસમેન્ટ માટે ટિલ્ટ મીટર, બીઆરટી (લક્ષ્યાંક/3D લક્ષ્યોને પરાવર્તિત કરીને), બોગદાંની સપાટીમાં માઇક્રો સ્ટ્રેઇન માટે સ્ટ્રેઇન ગેજ, પીક પાર્ટિકલ વેલોસિટી (પીપીવી) માટે સિસ્મોગ્રાફ અથવા વાઇબ્રેશન અને સિસ્મિક વેવ મોનિટરનો સમાવેશ થાય છે.
મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ બુલેટ ટ્રેન સ્ટેશનથી શિલફાટા સુધી 21 કિલોમીટર (અંદાજે) લાંબા બોગદાં સાથે સંબંધિત નિર્માણ પ્રવૃત્તિઓ ઝડપથી આગળ વધી રહી છે. આ બોગદાંનો 7 કિલોમીટર (અંદાજે) વિસ્તાર થાણે ક્રીક (આંતરરાજ્ય ક્ષેત્ર) ખાતે દરિયાની નીચે હશે. દેશમાં બનનારૂ આ પ્રકારનું આ પ્રથમ બોગદું છે.