Site icon Revoi.in

અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ

Social Share

પોર્ટ બ્લૅર:કેન્દ્રશાસિત પ્રદેશ અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે. જોકે,આ ભૂકંપને કારણે કોઈપણ પ્રકારની જાનમાલને નુકસાનની માહિતી નથી.આ પહેલા 25 સપ્ટેમ્બરે અંદમાનના કેમ્પબેલ ખાડીમાં રાત્રે 8:35 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 હતી

આ પહેલા 11 સપ્ટેમ્બરના રોજ સવારે 8:50 વાગ્યે અંદમાન અને નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપી હતી કે,રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. જો કે આમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.ભૂકંપનું કેન્દ્ર અંદમાન અને નિકોબારના દિગલીપુરથી 137 કિમી ઉત્તરમાં હતું.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.