- લદાખમાં ભૂકંપના આંચકા
- 4.0ની તીવ્રતાથી આવ્યો ભૂકંપ
- વહેલી સવારે ભૂકંપ આવ્યો
મનાલી: લદાખમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યુ કે, ભૂકંપના કારણે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. પ્રાપ્ત માહિતી અનુસાર કારગીલથી 169 કિલોમીટર ઉત્તરમાં લદ્દાખમાં લગભગ 2.53 કલાકે આ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
ભૂકંપને સિસ્મોગ્રાફ વડે માપવામાં આવે છે. ધરતીકંપની ક્ષણની તીવ્રતા અપ્રચલિત રિક્ટર મેગ્નિટ્યુડ દ્વારા માપવામાં આવે છે. 3 રિક્ટરની તીવ્રતા ધરાવતો ભૂકંપ સામાન્ય છે, જ્યારે 7 રિક્ટરની તીવ્રતા ધરાવતો ભૂકંપ ગંભીર નુકસાન પહોંચાડે છે. ભૂકંપ માત્ર જાન-માલનું નુકસાન જ નથી કરતું, પરંતુ તે ઈમારતો, રસ્તાઓ, ડેમ અને પુલ વગેરેને પણ ઘણું નુકસાન પહોંચાડે છે.
લદ્દાખ પહેલા આ અઠવાડિયાની શરૂઆતમાં મણિપુરના (Manipur) ચુરાચંદપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જ્યાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.3 માપવામાં આવી હતી.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મંગળવારે સવારે લગભગ 7.52 વાગ્યે ભૂકંપના આંચકાથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. જો કે, આ ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી.