ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.1 ની તીવ્રતા નોંધાઈ
- ઉત્તરકાશીમાં ભૂકંપના આંચકા
- 4.1 ની નોંધાઈ તીવ્રતા
- કોઈ જાનહાનિ કે નુકશાન નહીં
દહેરાદૂન:ઉત્તરાખંડમાં શનિવારે સવારે ઉત્તરકાશી જિલ્લામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જોકે, આંચકા હળવા હોવાથી લોકોને તેનો ખ્યાલ નહોતો.
અહેવાલ મુજબ,ભૂકંપ પૂર્વી ઉત્તરકાશીથી લગભગ 39 કિમી દૂર સાંજે 05:03 કલાકે આવ્યો હતો.જ્યાં આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર લગભગ 4.1 માપવામાં આવી છે.અત્યાર સુધી ક્યાંયથી પણ જાનહાનિ કે નુકશાનના અહેવાલ નથી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.