કચ્છમાં ફરી ધરા ધણધણીઃ 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં અવાર-નવાર ભૂકંપના આંચકા આવતા હોય છે. દરમિયાન બપોરના સમયે કચ્છમાં ભરીથી ધરા ધણધણી હતી. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. આ ભૂકંપની તીવ્રતા લગભગ 4.2ની નોંધાઈ હોવાનું જાણવા મળે છે. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 11 કિમી દૂર નોંધાયું હોવાનું જાણવા મળે છે. સદનસીબે આ આંચકામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર બપોરના સમયે ભૂજની ધરા ધ્રૂજતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. એક તરફ વરસાદી માહોલ સર્જાયો છે. બીજી ભૂકંપમાં ધરા ધ્રૂજી રહી છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 હોવાનું જણાયું હતું જ્યારે ભૂકંપનું કેન્દ્રબિંન્દુ વામકાથી 11 કિ.મી દૂર નોંધાયું છે. કચ્છમાં ફરી ધરા ધ્રૂજતા કચ્છવાસીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
ભૂકંપ ઝોન 5માં આવતો કચ્છ વિસ્તાર ધરતીકંપના અનેક નાના મોટા આંચકાઓથી સમયાંતરે કંપી રહ્યો છે. જેમાં 2001ના મહા ભૂકંપ બાદ શરૂ થયેલા આફ્ટરશોકનો આંકડો હજારોની સંખ્યાને પાર પહોંચી જવા પામ્યો છે.