લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા: તીવ્રતા 4.2ની રહી
- ભારતના લદ્દાખ વિસ્તારમાં ભૂકંપના આંચકા
- 4.2ની રહી તીવ્રતા
- લોકોમાં ભયનો માહોલ
મનાલી: દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી ચીનની સટીક આવેલા રાજ્યોમાં ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ત્યારે હવે લદ્દાખમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. લદ્દાખમાં આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા 4.2ની નોંધવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી દેશના અલગ અલગ રાજ્યોમાં આવતા ભૂકંપના આંચકાને લઈને લોકોમાં ભયનો માહોલ રહે છે અને તેના કારણે કેટલાક લોકોએ તો સલામત રીતે રહેવાનું પણ શરૂ કર્યુ છે. લદ્દાખમાં આવેલા ભૂકંપના આંચકામાં હાલ અત્યાર સુધી કોઈ જાનહાની કે માલહાનીના સમાચાર સામે આવ્યા નથી.
જો વાત કરવામાં આવે ભૂકંપ આવવા પાછળના કારણોની તો જાણકારો આ બાબતે કહે છે કે જમીનની અંદર કેટલીક પ્લેટો આવેલી છે જે સતત હલન ચલન કરતી રહે છે અને તેના કારણે ભૂકંપની સ્થિતિ પેદા થાય છે.