હિમાચલ પ્રદેશના ચંબામાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા
- હિમાચલ પ્રદેશમાં ધ્રુજી ઉઠી ધરા
- વહેલી સવારે અનુભવાયા આંચકા
- રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા
મનાલી: હિમાચલ પ્રદેશના ચંબા વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.4 રહી. નેશનલ સેંટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ, આજે સવારે 3:55 વાગ્યે ધરતીકંપના આંચકાથી ધરા ધ્રુજી ઉઠી હતી. જો કે ભૂકંપના આ ઝટકાથી કોઈ જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી.અને લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.
આ પહેલા 19 ફેબ્રુઆરીએ પૂર્વી અફઘાનિસ્તાન અને રાજધાની કાબુલમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે આ આંચકાને કારણે કોઈ જાન-માલના નુકસાનના સમાચાર સામે આવ્યા ન હતા. સમાચાર એજન્સી સિન્હુઆના અહેવાલ મુજબ, દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હ્યુમન અફેર્સ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે, ગુરુવારે રાત્રે લગભગ 10:50 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 રહી હતી.
જમ્મુ-કાશ્મીરના લદ્દાખ વિસ્તારમાં 18 ફેબ્રુઆરીએ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. તેમાં જાન-માલના નુકસાન અંગે કોઈ માહિતી મળી નથી. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર સવારે 7.39 વાગ્યે આવેલા આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 હતી.
-દેવાંશી