Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,4.4 ની તીવ્રતા નોંધાઈ

Social Share

ઇટાનગર:અરુણાચલ પ્રદેશના બસરમાં આજે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર,ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.4 માપવામાં આવી હતી. આ વચ્ચે રાહતની વાત છે કે,અત્યાર સુધી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર સામે આવ્યા નથી. જોકે, 1 ઓક્ટોબર બાદ આ બીજી વખત છે જ્યારે જિલ્લામાં ભૂકંપ આવ્યો છે.

આ પહેલા 2 ઓક્ટોબરના રોજ જિલ્લામાં 4.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ વિશે માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, ભૂકંપ સવારે 10:15 વાગ્યે આવ્યો હતો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.