જમ્મુ-કાશ્મીરમાં 4.5ની તીવ્રતાનો ભૂકંપ,એક તરફ અમરનાથમાં વાદળ ફાટ્યા તો બીજી તરફ આવી કુદરતી આફત
- જમ્મુ-કાશ્મીરમાં આવ્યો ભૂકંપ
- 5ની નોંધાઈતીવ્રતા
- પાકિસ્તાન છે ભૂકંપનું કેન્દ્ર
શ્રીનગર:કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર માટે શુક્રવારનો દિવસ આપત્તિનો દિવસ હતો.એક તરફ અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાના કારણે અનેક શ્રદ્ધાળુઓના મોત થયા છે, તો બીજી તરફ રાજ્યમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા છે. જો કે ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી.
મળતી માહિતી મુજબ શુક્રવારે સાંજે અમરનાથ ગુફા પાસે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેના કારણે અનેક તંબુઓ ધોવાઈ ગયા હતા અને અનેક શ્રદ્ધાળુઓના મોત થયા હતા. ઘટનાના સમાચાર મળ્યા બાદ સમગ્ર વહીવટી કર્મચારીઓનું ધ્યાન અમરનાથ ગુફા પાસે બનેલી ઘટના સંદર્ભે બચાવ કામગીરી પર હતું કે ત્યાં કુદરતી આફતના સમાચાર આવ્યા.
જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાની ઘટના બાદ હવે ભૂકંપના સમાચાર પણ આવ્યા છે.આ બંને ઘટનાઓ એક જ સમયની કહેવામાં આવી રહી છે. મળતી માહિતી મુજબ જમ્મુ-કાશ્મીરમાં શુક્રવારે સાંજે લગભગ 5.21 કલાકે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.