Site icon Revoi.in

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 4.5 ની તીવ્રતા નોંધાઈ

Social Share

પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદ ભૂકંપના આંચકાથી હચમચી ઉઠી છે. બુધવારે સવારે ભૂકંપના આંચકા સ્થાનિક સમય પ્રમાણે 6.39 વાગ્યે અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી હતી.તો, તેનું કેન્દ્ર રાજધાનીથી 146 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં હતું. આ ભૂકંપના આંચકા રાજધાની તેમજ આસપાસના વિસ્તારોમાં અનુભવાયા હતા. જે ભૂકંપના આંચકા અનુભવાયા છે તેના કારણે લોકોમાં ભયનો માહોલ પણ પ્રસરી ગયો છે.

આ અગાઉ ગત સપ્તાહે ગુરુવારે ઇસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ઇસ્લામાબાદના રાષ્ટ્રીય સિસ્મોલોજિકલ મોનિટરિંગ સેન્ટર અનુસાર સાંજે 7:19 વાગ્યે મંગોરાથી દક્ષિણ-પૂર્વમાં 25 કિમી દૂર 4.4 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો.

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.