Site icon Revoi.in

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું 2024 -25નું 4.52 કરોડનું બજેટ મંજૂર કરાયું

Social Share

અમદાવાદઃ પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં વર્ષ 2024- 25 અંદાજ પત્ર (બજેટ) રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં છાત્રોના શિક્ષણ સાથે સર્વાંગી વિકાસને ધ્યાનમાં લઈ બજેટમાં વિદ્યાર્થીલક્ષી પ્રવૃત્તિઓના ખર્ચના બજેટમાં વધારા સાથે કુલ 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં 123.55 કરોડનો ખર્ચ બાદ કરતાં 4.52 કરોડ નું પુરાત વાળું બજેટ સર્વાનુમતે મજુર કરવામાં આવ્યું હતું.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વર્ષ 2024-25 નું 4.50કરોડ નું પુરાત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. જેમાં સ્પોર્ટ અને કલચર માટે 3.81 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.વિદ્યાર્થીઓ માટે સેમિનાર અને કોન્ફરન્સ ની પ્રવુતિ ઓને પ્રોત્સાહન કરવામાં 52.20 લાખની જોગવાઈ કરવામાં આવી છે. આ કેમ્પસ વિદ્યાર્થીઓના રિસર્ચ વેગવંતુ રાખવા માટે 47 લાખ ની જોગવાઈ કરાઈ છે. યુનિવર્સિટી કેમ્પસ ની લાઈબેરી વિભાગ માં વિદ્યાર્થીઓ ના હિત માં ધ્યાને લઇ બુક્સ અને સબસ્ક્રિપશન માટે 20 લાખ તથા આધુનિક ઇ-રીસોર્સમાં RFID માટે રૂ.16 લાખ મળી કુલ 36 લાખ ની ફાળવણી કરવામાં આવેલ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલ ગાર્ડનમાં સિંચાઇની સુવિધા માટે સ્પ્રિંકલર માટે કુલ રૂ.25 લાખ ની જોગવાઈ કરવામાં આવેલ છે.

પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટ ની બેઠક યોજાઇ હતી જેમાં 128.07 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું તો 123 .55 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.જેથી 4.50 કરોડ ના પુરાત વાળું બજેટ મંજુર કરવામાં આવ્યું.