Site icon Revoi.in

ગુજરાતના 4.59 લાખ મતદારોએ ‘નોટા’નું બટન દબાવ્યું

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં કુલ 2.88 કરોડ મત પડયા હતા અને તેમાંથી 4.59 લાખ મતદારોએ “નન ઓફ ધ અબોવ” (નોટા) ઉપર પસંદગી ઉતારીને તેમની સમક્ષ ઉપલબ્ધ તમામ ઉમેદવારોના વિકલ્પને જાકારો આપ્યો હતો.

નોટાને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભા ચૂંટણીમાં મોખરે રહ્યું હતું. 2019માં 31 હજાર 936 જ્યારે 2024 માં 34 હજાર 935 મતદારોએ ‘નોટા’ ઉપર પસંદગી ઉતારી હતી. ‘નોટા’માં અન્ય એક એસટી બેઠક છોટા ઉદેપુર 29 હજાર 655 સાથે બીજા સ્થાને છે. સૌથી વધુ ‘નોટા’માં બારડોલી 25 હજાર 542 સાથે ત્રીજા, ભરૂચ 23 હજાર 283 સાથે ચોથા અને બનાસકાંઠા 22 હજાર 160 સાથે પાંચમાં સ્થાને હતું. જામનગરની બેઠકમાંથી સૌથી ઓછા 11 હજાર લોકોએ નોટા ઉપ પસંદગી ઉતારી હતી. 2019ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી 4 લાખ 932 મતદારો દ્વારા નોટા ઉપર પસંદગી ઉતારવામાં આવી હતી.