રાજસ્થાનના ઝાલોરમાં મોડી રાતે ભૂકંપના આચંકાઃ રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.6 નોંધાઈ
- રાજસ્થાનના ઝાલોરની ઘરા ઘ્રુજી
- રિક્ટર સ્કેલ પર 4.6 તીવ્રતા
જયપુરઃ- દેશભરમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે કેટલીક જગ્યાઓ એ વરસાદનું આગમન જોવા મળ્યું છે. આ સાથે જ છેલ્લા ઘણા સમયથી દેશના જૂદા જૂદા રાજ્યોમાં સામામ્ય ભૂરંપના આંચકાઓ આવવાની ઘટનાઓ પણ વઘી રહી છે, ત્યારે હવે રાજસ્થાનની ઘરા પમ વિતેલી રાતે ઘ્રુજી ઉઠી હતી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્સથાનના ઝાલોરમાં વિતેલી મધ્યરાત્રીએ ભૂકંપના આચંકાો અનુભવાયા હતા, નેશનલ સેંટર ફોર સેસનોલોજી આધારે રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 4.6 નોંધવામાં આવી હતી,જો કે અત્યાર સુધીમાં આ ભૂકંપથી નુકશાન થયું હોવાની કોઈ માહિતી નથી.
આ સાથે જ ભૂકંપરનું કેન્દ્ર બિંદુ રાજસ્થાનનું જોધપુર રહ્યું હતું, આ ભૂકંપના આંચકા અંદાજે રાત્રે 2 વાગ્યેને 26 મિનિટ આસપાસ આવ્યા હતા, જો કે રાતનો સમય હોવાથી મોટા ભાના લોકો જાણ હતા.
tags:
Rajasthan