અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયાઃ તીવ્રતા 4.9 નોંધાઈ
- અરુણચાલ પ્રદેશમાં ભૂકંપના આચંકા
- 4.9 તીવ્રતા નોંધાઈ
છેલ્લા ઘણા સમયથી દેશના અરુણાચલ પ્રદેશની આજૂબાજૂ ભૂંકપના આચંકા આવવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજે વહેલી સવારે ફરી એક વખત ઘરતીકંપ આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
મળતી માહિતી પ્રમાણે મંગળવારે વહેલી સવારે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. અહીંના બાસરના ઉત્તર-ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ભૂકંપ આવ્યો હતો. નેશન સેન્ટર ફોર સિસ્મોલોજી પ્રમાણે, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 માપવામાં આવી હતી. જો કે આ ભૂંકપ સામાન્ય હોવાથી અત્યાર સુધી, નુકસાનના કોઈ સમાચાર નથી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ભૂકંપની ઘટનાઓ સામાન્ય થતી જઈ રહી છે, આ પહેલા પણ રવિવાર અને સોમવારે મધ્યરાત્રિએ 30 મિનિટની અંદર પૂર્વોત્તર ભારતમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.5 અને 3.8 માપવામાં આવી હતી.