Site icon Revoi.in

નિકોબારમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.9 ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:નિકોબાર દ્વીપ સમૂહમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.9 જણાવવામાં આવી રહી છે.ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર આવી ગયા હતા.  જોકે ભૂકંપના કારણે કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર, આજે સવારે 7:02 વાગ્યે નિકોબાર દ્વીપ સમૂહ ધ્રૂજી ઉઠયો. જોકે ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું તેની માહિતી હજુ સુધી મળી શકી નથી.

આ પહેલા લદ્દાખમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. લદ્દાખમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી હતી.મળતી માહિતી મુજબ બુધવારે સવારે 10.24 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.આ આંચકા કારગીલથી 328 કિમી ઉત્તરમાં અનુભવાયા હતા

આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.