Site icon Revoi.in

વિતેલા દિવસની તુલનામાં કોરોનાના કેસોમાં 4 ટકાનો ઘટાડોઃ સકારાત્મકતા દર વધીને 19.65 ટકા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાનો કેસો વધતા જોવા મળી રહ્યા છે ત્યારે હવે કોરોનાના કેસમાં સામાન્ય ધઘટાડો નોંધાયો છે,જો  છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન, કોરોનાના 2 લાખ 58 હજાર 89 કેસ જાહેર કરવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કેસની સંખ્યા દૈનિક નોંધાતા કેસ કરતા થોડી ઓછી જોવા મળી છે. ગઈકાલના કેસની સરખામનણીમાં આ કેસમાં 4 ટકા ઘટાડો જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે દેશમાં 2 લાખ 71 હજાર 202 કેસો નોંધવામાં આવ્યા હતા. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનની કુલ કેસોની સંખ્યા 8 હજાર 209 થઈ ગઈ છે. વિતેલા દિવસની સરખામણીમાં ઓમિક્રોનના કેસમાં 6.02 ટકા  વધારો નોંધવામાં આવ્યો છે. કોરોનાને લીધે છેલ્લા 24 કલાકમાં 385 મૃત્યુ પણ નોંધાયા છે.

જો કે આ સાથે સાથે દેશમાં સક્રિય કિસ્સાઓની સંખ્યા સતત વધી જોવા મળી રહી છે. દેશમાં સક્રિય કેસોમાં વધારો થતા આ આકંડો 16 લાખ 56 હજાર 341 થયો છે, જ્યારે એક દિવસ પહેલા જ દેશમાં 15 લાખ 50 હજાર 377 સક્રિય કેસ હતો. દેશમાં સક્રિય કેસ હાલમાં કુલ કિસ્સાઓમાં 4.43 ટકા છે, જ્યારે છેલ્લા થોડા દિવસો સુધી પુનઃપ્રાપ્તિ દરમાં ઘટાડો થયો છે, જે હાલ 94.27 ટકા જોવા મળે છે.