Site icon Revoi.in

નદીના ઉપસવાસમાં પાણીની આવક ઘટતા ઉકાઈ ડેમના 4 દરવાજા બંધ કરાયા,

Social Share

સુરતઃ તાપી નદી પરના ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા ડેમના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમમાંથી કેનાલ અને હાઇડ્રો દ્વારા 17,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 334.65 ફૂટ છે.

સિંચાઈ વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ તાપી નદી પરના ઉકાઈ ડેમના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. ડેમના ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થતાં ડેમના 4 દરવાજા બંધ કરવામાં આવ્યા છે. જ્યારે હાઇડ્રો અને કેનાલ મારફતે પાણી છોડવાનું યથાવત છે. ડેમની સપાટી 334.65 ફૂટ પર પહોંચી છે. હાલ ડેમના ઉપરવાસમાંથી 31 હજાર 784 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમમાંથી હાઇડ્રો અને કેનાલ મારફતે 17 હજાર 364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

થોડા દિવસ પહેલા મહારાષ્ટ્રમાં ઉપરવાસમાં પડી રહેલા સતત વરસાદને લીધે ડેમની સપાટીમાં વધારો થયો હતો. જ્યારે ડેમના કેચમેન્ટ એરિયા મહારાષ્ટ્રમાં પડી રહેલા વરસાદને પગલે મહારાષ્ટ્રના પ્રકાશા, હથનુર ડેમમાંથી સતત પાણીની આવક થઇ રહી છે. ત્યારે ડેમનાં 4 દરવાજા 4 ફૂટ ખોલીને હજારો ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું. હાલ ડેમમાં પાણીની આવકમાં ઘટાડો થયા બાદ ડેમનાં દરવાજા બંધ કરવામાં આવ્યા છે. હાલ ડેમનું રૂલ લેવલ 335 ફૂટ છે. ડેમની ભયજનક સપાટી 345 ફૂટ છે. ડેમની સપાટી રૂલ લેવલની નજીક પહોંચતા ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમમાંથી કેનાલ અને હાઇડ્રો દ્વારા 17,364 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 334.65 ફૂટ છે.