- પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ
- ચાર સૈનિકોના મોત, છ ગંભીર રીતે ઘાયલ
- ઈસ્લામિક સ્ટેટે લીધી જવાબદારી
દિલ્હી:પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના સિબી જિલ્લામાં બોમ્બ વિસ્ફોટના કારણે ચાર સૈનિકોના મોત થયા છે અને છ ગંભીર રીતે ઘાયલ થયા છે.તે IED હુમલો હતો, જે સુરક્ષા દળોના કાફલાની નજીક થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટના બાદ તરત જ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને ઘાયલો અને મૃતકોના મૃતદેહોને એર એમ્બ્યુલન્સ દ્વારા સંયુક્ત સૈન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
એક અધિકારીએ જણાવ્યું કે,6 ઘાયલ સૈનિકોની હાલત નાજુક જણાવાઈ રહી છે.પોલીસે જણાવ્યું કે,આ પહેલા 8 માર્ચે સિબીમાં થયેલા વિસ્ફોટમાં ઓછામાં ઓછા સાત સુરક્ષાકર્મીઓ માર્યા ગયા હતા.આ વિસ્ફોટ એ જગ્યાએ થયો હતો જ્યાં રાષ્ટ્રપતિ આરિફ અલ્વી થોડીવાર પહેલા કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા.માર્યા ગયેલા તમામ સૈનિકો ફ્રન્ટિયર કોર્પ્સના સભ્યો હતા. રાષ્ટ્રપતિએ વિસ્તાર છોડ્યાના લગભગ 25 મિનિટ બાદ વિસ્ફોટ થયો હતો.
હમલાની જવાબદારી આતંકી સંગઠન ઈસ્લામિક સ્ટેટની અફઘાનિસ્તાન સ્થિત બ્રાંચ ઈસ્લામિક સ્ટેટ ખુરાસાન પ્રોવિન્સ લીધી છે.