- ચારધામ યાત્રામાં વધુ 3 યાત્રીઓના મોત
- પહાડ પરથી પથ્થર પડવાની ઘટનામાં થયા મોત
- વરસાદના કારણે યાત્રા બેન
દહેરાદૂનઃ- ચારધામ યાત્રામાં અત્યાર સુધી 200થી વધુ યાત્રીઓ એ જીવ ગુમાવ્યા છે ત્યારે વધુ 4 લોકોના મોતના સમાચાર સામે આવી રહ્યા છે.રુદ્રપ્રયાગ-ગૌરીકુંડ હાઈવે પર સોનપ્રયાગ ખાતે પુલ પાસે પહાડ પરથી પડતાં પત્થર પર અથડાઈને રાજસ્થાનના એક યાત્રીનું મોત થયું હતું.
આ સાથએ જ બીજી તરફ બદ્રીનાથથી પરત ફરી રહેલા યાત્રીઓની કાર પર પથ્થર પડતાં બીજા એક તીર્થયાત્રીનું પણ મોત થયું હતું, જ્યારે ગંગોત્રી ધામથી પરત ફરી રહેલા એક તીર્થયાત્રીના માથા પર પથ્થર પડતાં તેનું મોત થયું હતું.આ કુલ પહાડ પરથી પત્થર પડવાની ઘટનામાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા હતા.આ સાથએ જ કેટલાક યાત્રીઓ ઘાયલ થયા હતા.
આ ઘટનાની જાણ થતાવની સાથે જ નિરીક્ષક કરણ સિંહ રાવતના નેતૃત્વમાં SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને સોનપ્રયાગ હોસ્પિટલમાં દાખલ કર્યા. અહીં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી નંદન સિંહ રાજવારે જણાવ્યું હતું કે આ અઠવાડિયે યાત્રાના માર્ગ પર પહાડી પરથી પથ્થર પડવાને કારણે ત્રણ મુસાફરોના મોત થયા છે.
ગુરૂવારે સ્વારીગઢ પાસે ગંગોત્રી હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો.વરસાદના કારણે હવે યાત્રા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.આ સાથે જ વહીવટીતંત્રે લંબાગઢ, ગોવિંદઘાટ અને પાંડુકેશ્વર ખાતે લગભગ 600 મુસાફરોને જતા અટકાવ્યા છે.
સ્વારીગઢ પાસે કાટમાળ અને પથ્થરોના કારણે ગંગોત્રી હાઇવે લગભગ દોઢ કલાક સુધી બંધ રહ્યો હતો. જોકે બાદમાં બીઆરઓએ નાના વાહનો માટે હાઈવે ખુલ્લો કરી દીધો હતો, પરંતુ પહાડી પરથી પડતા પથ્થરોને જોતા હજુ પણ મોટા વાહનોની અવરજવર પર પ્રતિબંધ છે.